સુરત: આપણા દેશમાં આજથી 15થી 18 વર્ષના વય જૂથના બાળકો માટે સુરક્ષાકવચ (Child vaccination Gujarat) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે 15થી 18 વર્ષના વય જૂથના બાળકોને કોવિડ- 19ની વેક્સિન (15 to 18 year old children Vaccination) અપાવાની શરૂઆત કરવામાં આવી છે. તેજ રીતે સુરતમાં પણ આ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ખાસ મેગા ડ્રાઈવમાં શહેરમાં પેહલા જ દિવસે 45,000 બાળકોને રસી અપાવામાં આવશે. બાળકોનો ઉત્સાહ વધારવા માટે સુરતના મેયર હેમાલીબેન ભોગવાલા અને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની પહોંચ્યા હતા. તેમણે બાળકોનો વેક્સિનેશન માટે ઉત્સાહ વધાર્યો હતો.
આજે 622 જેટલી શાળાઓમાં વેક્સિનેશન થઇ રહયું છે
1,92,000 જેટલા વેક્સિનેશન 15થી 18 વર્ષના વય જૂથના જે બાળકો 31 ડિસેમ્બર 2007 પહેલા જન્મ થયા હોય એ તમામ બાળકોને વેસક્સિનેટેડ કરવામાં આવશે અને એના માટે આજથી 5 દિવસ સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. દરરોજ લગભગ 40થી 45 હજાર બાળકોનું વેક્સિનેશન કરવામાં આવશે. આજે સોમવારે 622 જેટલી શાળાઓમાં વેક્સિનેશન (Vaccination in schools) થઇ રહયું છે તથા બીજા 9 કેન્દ્રોમાં વેક્સિનેશન થઈ રહ્યું છે અને દરેક વેક્સિનેશન સેન્ટર ઉપર તમામ પ્રકારની તકેદારીઓ સાથે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.
બાળકોમાં જનજાગૃતિ માટે સુરક્ષાકવચ અભિયાન શરૂ કરવામાં આવ્યું