ગુજરાત

gujarat

ETV Bharat / city

Child Vaccination by Surati Family: 7 વર્ષના પુત્રને ઇઝરાઈલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો - ભારતમાં બાળકોની વેક્સિન

વેક્સિન લીધા બાદ હ્રીધાન પટેલે જણાવ્યું હતું કે, હું સાત વર્ષનો છું અને સુરતમાં જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે. મેં ઈઝરાયેલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો (Child Vaccination by Surati Family) છે અને હું એકદમ સ્વસ્થ છું. જ્યારે આપણા દેશમાં બાળકોની વેક્સિન શરૂ થાય ત્યારે દરેક બાળકે જરૂરથી લેવી જોઈએ. કોરોના સામે લડવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે.

Child Vaccination by Surati Family: 7 વર્ષના પુત્રને ઇઝરાઈલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો
Child Vaccination by Surati Family: 7 વર્ષના પુત્રને ઇઝરાઈલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો

By

Published : Dec 3, 2021, 7:53 PM IST

  • સુરતી પરિવારનો ઉદાહરણ રૂપ કિસ્સો
  • ઇઝરાઈલમાં વેક્સિનેશનની વાત સાંભળ્યા બાદ પરીવારનો નિર્ણય
  • માતા-પિતાએ 7 વર્ષના પુત્રને વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો
  • સંભવતઃ વેક્સિન લેનાર પ્રથમ સુરતી બાળક છે.

સુરત: ભારતમાં બાળકોની વેક્સિનને લઈ હજી કોઈ નિર્ણય જોવા મળ્યો નથી, ત્યા ઇઝરાઈલમાં બાળકોને વેક્સિન આપવાનું કેમ્પેઈન શરૂ (Child Vaccination Campaign by Israel)કરાયું છે. જો કે, આ વચ્ચે ઇઝરાઈલમાં રહેતા સુરતી પરિવારનો ઉદાહરણ રૂપ કિસ્સો જોવા મળ્યો છે. કોરોનાને કારણે ઇઝરાઈલથી સુરત પરત ફરેલા પરિવારે ઇઝરાયલમાં બાળકોની વેક્સિન શરૂ થતા ફરીથી ઇઝરાઈલ લઈ જઈ 7 વર્ષના પુત્રને વેક્સિન (Child Vaccination by Surati Family) મુકાવી છે. એટલું જ નહીં હ્રીધાને ભારતમાં પણ બાળકોને રસી આવે ત્યારે જલ્દી મુકાવવા અપીલ કરી છે.

Child Vaccination by Surati Family: 7 વર્ષના પુત્રને ઇઝરાઈલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો

ઇઝરાઈલમાં બાળકોને વેક્સિના આપવાની પ્રક્રિયા પુરજોશમાં

92 લાખ જેટલી જનસંખ્યાવાળા ઇઝરાઈલમાં બાળકોને વેક્સિન (vaccine in Israel) આપવાની પ્રક્રિયા પુરજોશમાં શરૂ છે, અને 5-11 વર્ષના અંદાજીત 3.3% બાળકોએ અને 12થી 15 વર્ષના 58.6% બાળકોએ ઓછામાં ઓછો એક શોટ મેળવ્યો છે. જ્યારે 47.7% એ બે ડોઝ મેળવ્યા છે, ત્યારે કોરોનાને કારણે સુરત પરત ફરેલા માતા-પિતાએ ફરીથી ઇઝરાઈલ જઈને તેમના 7 વર્ષના પુત્ર હ્રીધાન પટેલને વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. માતા શિવાની અને પિતા અભિષેકના જણાવ્યા અનુસાર કોરોનાકાળમાં બાળકોની ચિંતા સતાવતી રહે છે. જેથી ઇઝરાઈલમાં વેક્સિનેશન (Israel Vaccination)ની વાત સાંભળ્યા બાદ એક મહીના માટે ત્યાં ગયા છે.

ભારતમાં શરૂ થાય ત્યારે દરેક બાળકે જરૂરથી વેક્સિન લેવી જોઈએ

વેક્સિન લીધા બાદ હ્રીધાન પટેલે જણાવ્યું હતું કે, હું સાત વર્ષનો છું અને સુરતમાં જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે. મેં ઈઝરાયેલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે અને હું એકદમ સ્વસ્થ છું. જ્યારે આપણા દેશમાં બાળકોની વેક્સિન શરૂ થાય ત્યારે દરેક બાળકે જરૂરથી લેવી જોઈએ. કોરોના સામે લડવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો:કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેનારા લોકોને સરકાર આપશે ઈનામ!

આ પણ વાંચો:કોરોના રસીકરણમાં અનેક રાજ્યોની મંદ ગતિ, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી મહત્વની સલાહ

ABOUT THE AUTHOR

...view details