ગુજરાત

gujarat

ETV Bharat / city

Child Marriage In Navsari: આમંત્રણ પત્રિકામાં 'ભૂલ'! ઓડ સમાજના મિટિંગ સ્થળે પહોંચી પોલીસ

ઓડ સમાજની ટીંબામાં મિટિંગ સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી. મિટિંગ માટેની આમંત્રણ પત્રિકામાં 'આવી ઘટના' ફરી ન બને તેવો ઉલ્લેખ હતો. જેને લઇને 'આવી ઘટના' એટલે કે બાળલગ્નની (Child Marriage In Navsari) વાત હોવાથી મામલો સંવેદનશીલ હતો.

Child Marriage In Navsari: આમંત્રણ પત્રિકામાં 'ભૂલ'! ઓડ સમાજના મિટિંગ સ્થળે પહોંચી પોલીસ
Child Marriage In Navsari: આમંત્રણ પત્રિકામાં 'ભૂલ'! ઓડ સમાજના મિટિંગ સ્થળે પહોંચી પોલીસ

By

Published : Feb 21, 2022, 7:40 PM IST

સુરત: ખાતે અટકાવવામાં આવેલા ઓડ સમાજના બાળવિવાહ (Child Marriage In Navsari) બાદ કામરેજના ટીંબા ગામે (timba village kamrej) સમાજની મિટિંગ મળી હતી. જો કે આમંત્રણ પત્રિકામાં થયેલી ભૂલને કારણે મોટી ગેરસમજ ઊભી થઇ હતી. ભૂલને કારણે પોલીસ પણ સમાજની મિટિંગના સ્થળે પહોંચી સમાજના પ્રમુખ સહિત આગેવાનોના નિવેદન લેવામાં આવ્યા હતા.

સમાજની મિટિંગના સ્થળે પહોંચી સમાજના પ્રમુખ સહિત આગેવાનોના નિવેદન લેવામાં આવ્યા હતા.

ટીંબા ગામે ઓડ સમાજની મળી મિટિંગ

ગત 11 તારીખના રોજ નવસારીના જલાલપોર ખાતે ઓડ સમાજના લગ્ન પ્રસંગ (Od community marriage) ચાલી રહ્યા હતા. જો કે આ બાળલગ્નહોઈ કોઈ સમાજના વ્યક્તિ દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવતા અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી આ બાળવિવાહ (Child Marriage Cases In Gujarat)ને અટકાવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ સમાજ પ્રમુખ દ્વારા એક આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી હતી અને આજરોજ કામરેજના ટીંબા ગામ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ (Timba Village Cricket Ground)માં એક સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:નવસારીના કબીલપોર GIDCની કંપનીમાંથી 18.99 લાખની ચોરી કરનાર ચોર ઝડપાયો

ફરીથી 'આવી' ઘટના ન બને તે માટે મિટિંગનું આયોજન

જો કે આમંત્રણ પત્રિકામાં થયેલી એક ભૂલને લઇને ભારે ઊહાપોહ મચી ગયો હતો. આમંત્રણ પત્રિકામાં સમાજના કોઈ વ્યક્તિ દ્વારા અધિકારીઓને બોલાવી બાળવિવાહ અટકાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ફરીથી 'આવી ઘટના' ન બને તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો હતો. પરંતુ પ્રમુખના જણાવ્યા અનુસાર એમનો કેહવાનો અર્થ આવી બાળવિવાહની ઘટના ફરી ન બને તેવો હતો.

આ પણ વાંચો:ચોરીની તપાસ કરતા નવસારી RPF જવાનનું કિસાન એક્સપ્રેસ ટ્રેનની અડફેટે મોત

પોલીસ મિટિંગ સ્થળે દોડી આવી

જો કે આ બાબતના બેનર પણ આજની મિટિંગના સ્થળ પર લગાવવામાં આવ્યા હતા. ઉપરાંત બાળવિવાહ કરનારા (Penalty for child marriage family)બંને પરિવારને 5-5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા PSI સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર હકીકત સમજી પ્રમુખ ઉપ-પ્રમુખના નિવેદનો લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details