ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં કોરોના કેર, CM વિજય રૂપાણી સુરતની મુલાકાતે પહોંચ્યાં

સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે મુલાકાતે આવ્યાં છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્ય પ્રધાનના સ્વાસ્થ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન સહિત પાલિકા કમિશનર, કલેકટર ઉપરાંત સ્વાસ્થ્ય અગ્રસચિવ જયંતિ રવિ પણ ઉપસ્થિત રહ્યાં છે.

સુરતમાં વધતા કોરોના કેસથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા મુલાકાતે
સુરતમાં વધતા કોરોના કેસથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા મુલાકાતે

By

Published : Jul 4, 2020, 12:28 PM IST

સુરતઃ કોરોનાનો કેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. કોરોનાના કેર સૌ કોઈ દેશને હચમચાવી દીધા છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયુ છે. આ વચ્ચે સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે પહોંચ્યા હતાં.

સુરતની જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્ય પ્રધાનના સ્વાસ્થ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથન સહિત પાલિકા કમિશનર બંછાનિધિ પાની, કલેકટર ધવલ પટેલ ઉપરાંત સ્વાસ્થ્ય અગ્રસચિવ જયંતિ રવિ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બેઠકમાં મહત્વની ચર્ચા અને દિશાનિર્દેશ આપવામાં આવી શકે છે.

સુરતમાં વધતા કોરોના કેસથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા મુલાકાતે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે

  • જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક
  • કોરોનાના સંક્રમણને અટકાવવા મહત્વની ચર્ચા અને દિશાનિર્દેશ અપાશે
  • ક્લસ્ટર વિસ્તાર કતારગામની મુલાકાત લે તેવી શકયતા

આ બેઠક બાદ મુખ્યપ્રધાન ક્લસ્ટર વિસ્તાર કતારગામ ઝોનની પણ મુલાકાત લે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details