- સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે સુરતને રૂપિયા 237 કરોડના વિકાસના કામોની ભેટ આપી
- સુરત મનપા અને સુડાના રૂપિયા 172 કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યપ્રધાન હસ્તે લોકાર્પણ/ ખાતમુહૂર્ત
- માંડવી અને મહુવા ખાતે તૈયાર થશે ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ
- 6 ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ, 16 એમ્બ્યુલન્સને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સુરતઃ શહેરના સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે આયોજીત સમારોહમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન અમેરિકા જેવા દેશોની હાલત પણ કફોડી બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગદર્શન આપીને સમગ્ર ભારતને કોરોનાની મહામારીમાંથી બહાર લાવીને વિકાસની ગતિને અટકવા દીધી નથી. સુરત શહેરે હરંહમેશા લોકોની વચ્ચે રહીને આમ આદમીના પ્રશ્નોને વાચા આપી છે. આવનારી મુશ્કેલીઓનો મક્કમતાપૂર્વક સામનો કરીને વિકાસની ગતિને આગળ લઈ જવા માટે સુરતે નમૂનારૂપ કાર્ય કર્યું છે. સુરતના વિકાસમાંથી અન્ય જિલ્લાઓ પર પ્રેરણા લે તેવી હિમાયત તેમણે કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, કેવડીયા જેવા આર્થિક, સામાજિક રીતે પછાત વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને આ વિસ્તારની કાયાપલટ કરવાનું કાર્ય વડાપ્રધાને કર્યું છે.
પ્રધાનમંત્રી આવાસોની ઓનલાઈન અનાવરણવિધિ સંપન્ન