ગુજરાત

gujarat

By

Published : Sep 27, 2019, 10:01 PM IST

ETV Bharat / city

સુરતમાં દિવ્યાંગો માટે ચેરિટી ફેશન શો માં મુખ્યપ્રધાન રહ્યાં ઉપસ્થિત

સુરત: શુક્રવારે UNમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને લઈ વિશ્વને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાન મોદીના સંબોધનને લઈ સુરતમાં આવેલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીનું UNનું ભાષણ ઐતિહાસિક છે અને દુનિયામાં ભારતનું વજન વધાર્યું છે.

Surat

વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન ડંકાની ચોટ પર આતંકવાદ સામે એક થઈ આતંકવાદનો ખાત્મો કરવા વિશ્વભરમાં પહેલ કરી રહ્યા છે. હેલ્મેટ પહેર્યા વગર દાંડી યાત્રા પર નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે, એક તરફ ગાંધીજીની વાત કરવામાં આવે છે. બીજી તરફ કોંગ્રેસ નિયમ પાળતી નથી. કોંગ્રેસ દ્વારા દાંડીથી આજે જે સંદેશ યાત્રા કાઢી છે. કોંગ્રેસ હાર પછી ડિપ્રેશનમાં છે. કોંગ્રેસમાં નેતાગીરીનો લૂપ્ત છે. એક તરફ ગાંધી માટે કઈ કરવાની માનસિકતા નથી અને ગાંધીને ક્રાયકર્મો કરી રાજકારણ કરે છે.

સુરતમાં દિવ્યાંગો માટે ચેરિટી ફેશન શોમાં મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત

દિવ્યાંગો માટેના ચેરિટી ફેશન શો ‘એમ્પાવરિંગ ડિવાઇનીટી’માં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યપ્રધાનની પત્ની અંજલિ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતાં. અંજલિ રૂપાણી સહિત ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દિવ્યાંગ બાળકો સાથે રેમ્પ પર ચાલ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details