સુરત શહેરમાં લોકો પાસેથી ટુરના નામે ઠગાઈ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. 136 લોકોને સાઉદી અરબની ટુર પર મોકલવાની લાલચ આપીને ટુર સંચાલકે છેતરપિંડી આચરી છે. જેને લઇને ભોગ બનનારા લોકોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં પ્રવાસના નામે 136 લોકો સાથે છેતરપિંડી - સાઉદી અરબની ટુર
સુરત: શહેરના ટુર સંચાલક દ્વારા રૂપીયા 50 લાખથી વધુની ઠગાઈનો કેસ સામે આવ્યો છે. સાઉદી અરબ મોકલવાના નામે ટુર એન્ડ ટ્રાવેલ્સ સંચાલક 136 લોકોના પાસપોર્ટ લઈ ફરાર થઈ ગયો છે. છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ ટુર સંચાલક વિરૂદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં પ્રવાસના નામે 136 લોકો સાથે છેતરપિંડી
મળતી માહિતી મુજબ, ટુર સંચાલકે લોકોને સાઉદી અરબ મોકલવાના બહાને 136 લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. 31 ઓક્ટોબરની રાતે સાઉદી અરબ માટે ફ્લાઇટ ઉપડવાની હતી. તેવામાં ટુર સંચાલક ફરાર થઇ જતા લોકોના જીવ અદ્ધર થઇ ગયા છે. રોષે ભરાયેલા લોકોએ સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનાર ટુર સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.