ગુજરાત

gujarat

ETV Bharat / city

Cheating in Surat : વીરપુરના જલારામમંડળના નામે આધેડે કરી મોટી છેતરપિંડી, સુરતના વેપારીને આ રીતે છેતર્યો - છેતરપિંડી કરતાં વૃદ્ધના સીસીટીવી

વીરપુરનું નામ (Jalaramandal of Virpur) પડે એટલે સખાવત જ યાદ આવે. એવા નામનો દુરુપયોગ કરીને એક વૃદ્ધે સુરતમાં ડ્રાયફૂટના વેપારી (Big fraud with a dryfoot trader) જોડે મોટી છેતરપિંડી (Cheating in Surat ) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેતરપિંડી કરતાં વૃદ્ધના સીસીટીવી (CCTV of Old Man Cheating) પણ મળતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Cheating in Surat : વીરપુરના જલારામમંડળના નામે આધેડે કરી મોટી છેતરપિંડી, સુરતના વેપારીને આ રીતે છેતર્યો
Cheating in Surat : વીરપુરના જલારામમંડળના નામે આધેડે કરી મોટી છેતરપિંડી, સુરતના વેપારીને આ રીતે છેતર્યો

By

Published : Jun 1, 2022, 6:16 PM IST

સુરતઃ મહારાષ્ટ્ર પાસિંગની કાર લઇને આવેલા 70 વર્ષિય વૃદ્ધ અને 50 વર્ષિય આધેડ મહિલાએ જલારામમંડળ, વીરપુરના મુખીયા (Jalaramandal of Virpur) તરીકે ઓળખાણ આપીને છેતરપિંડી કરી હતી. મહારાષ્ટ્રમાં થાણે ખાતે આવેલી ઓફિસમાં ડ્રાયફ્રૂટનો પ્રસાદ વેચવાનું કહી 79 હજારના કાજુ, બદામ અને અખરોટ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર જ ફરાર થઇ ગયા હતા. આ વૃદ્ધે સૌપ્રથમ ચેક આપ્યા બાદ કારમાંથી રોકડા લાવવાનું કહી ભાગી ગયાં હતાં. જે અંગે ડ્રાયફ્રૂટના દુકાનદારે (Big fraud with a dryfoot trader) પોલીસ ફરિયાદ આપી હતી. બન્ને સીસીટીવીમાં કેદ (CCTV of Old Man Cheating) થયા છે.

વૃદ્ધ અને મહિલાના સીસીટીવી

ડ્રાયફ્રૂટના વેપારી સાથે છેતરપિંડી - મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં સિટીલાઇટ રોડ ઉપર રાજતિલક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ બાબુલાલ સંકલેચા (Big fraud with a dryfoot trader) ખટોદરાના વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સોસાયટીમાં ડ્રાયફ્રૂટ બજારના નામે ડ્રાયફ્રૂટનો વેપાર કરે છે. તેમની દુકાનમાં 70 વર્ષનો વૃદ્ધ અને 50 વર્ષની આધેડ મહિલા મહારાષ્ટ્ર પાસિંગની કાર લઇ આવ્યાં હતાં. તેઓએ પોતાની ઓળખ જલારામમંડળ, વીરપુરના મુખીયા (Jalaramandal of Virpur) તરીકે આપીને મહારાષ્ટ્રની ઓફિસમાં પ્રસાદરૂપે વહેંચવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રૂટની જરૂર હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃCheater Gang Arrested in Surat : કાપડ માર્કેટમાં 9 છેતરપિંડી કેસના આરોપી ઝડપાયાં, જાણો કેટલો કર્યો ફ્રોડ

શું શું ખરીદ્યું -આ બંનેએ 49 હજારના 66 કિલો કાજુ, 28 હજારના 42 કિલો બદામ અને 1 કિલો અખરોટ મળી કુલ રૂ.79 હજારની ખરીદી કરી હતી. વૃદ્ધે ડ્રાયફ્રૂટનો માલ પેકિંગ કરી કારમાં મૂકી દેવા માટે કહ્યું હતું. આ સાથે જ તેઓએ હિતેશભાઇને 79 હજારનું બિલ જલારામમંડળ, વીરપુરના નામે બનાવવા કહ્યું હતું. આ બિલની સામે વૃદ્ધે પોતાનો જ ચેક આપ્યો હતો. વ્હાઇટની એન્ટ્રી કરવા માટે હિતેશભાઇએ (Big fraud with a dryfoot trader) જલારામમંડળનો ચેક અથવા તો રોકડા રૂપિયા માંગ્યા હતાં.

79,000નું ડ્રાય ફ્રૂટ લઇ થઇ ગયાં ફરાર

આ પણ વાંચોઃ નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે કરોડોની છેતરપિંડી આચરનાર ઠગ પતિ પત્ની કયાંથી ઝડપાયા?

કરિયાણા સ્ટોર ઉપર વૃદ્ધ મળી આવ્યો ન હતો - દરમિયાન વૃદ્ધ ગાડીમાંથી રોકડા રૂપિયા આપવાનું કહી ગાડી પાસે ગયા હતાં અને ત્યાંથી કારમાં બેસીને ફરાર થઇ ગયા હતાં. તેમની પાછળ હિતેશભાઇએ મોપેડ લઇ એક માણસને પણ મોકલાવ્યો હતો, પરંતુ વૃદ્ધ ભાગવામાં સફળ થયો હતો. બાદ હિતેશભાઇએ ફોન કરતાં વૃદ્ધે કહ્યું કે, હું ભટારના દીપક કરિયાણા સ્ટોર ઉપર છું, ત્યાં માણસને મોકલી આપો. હિતેશભાઇએ પોતાની ઓફિસના સ્ટાફને મોકલ્યો, પરંતુ કરિયાણા સ્ટોર ઉપર વૃદ્ધ મળી આવ્યો ન હતો. વારંવાર ફોન કરવામાં આવતાં વૃદ્ધ અને તેની સાથે આવેલી આધેડ મહિલા અમદાવાદ તરફ નીકળી ગયાં હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે હિતેશભાઇએ (Big fraud with a dryfoot trader) ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details