ગુજરાત

gujarat

ETV Bharat / city

Cheater Gang Arrested in Surat : કાપડ માર્કેટમાં 9 છેતરપિંડી કેસના આરોપી ઝડપાયાં, જાણો કેટલો કર્યો ફ્રોડ

સુરતમાં થોડા દિવસોથી કાપડના વેપારીઓ સાથે થઇ રહેલી છેતરપિંડીને (Fraud with Textile Trader) લઇ ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન સુધી ફરિયાદો પહોંચી હતી. ત્યારે આવા કેસમાં કરોડો રુપિયાની (Accused of 9 fraud cases arrested in Surat ) છેતરપિંડી કરનાર ગેંગને (Cheater Gang Arrested in Surat) સુરત પોલીસે ઝડપી લીધી છે.

Cheater Gang Arrested in Surat : કાપડ માર્કેટમાં 9 છેતરપિંડી કેસના આરોપી ઝડપાયાં, જાણો કેટલો કર્યો ફ્રોડ
Cheater Gang Arrested in Surat : કાપડ માર્કેટમાં 9 છેતરપિંડી કેસના આરોપી ઝડપાયાં, જાણો કેટલો કર્યો ફ્રોડ

By

Published : May 25, 2022, 10:11 PM IST

સુરત : કાપડ માર્કેટમાં સમયસર પેમેન્ટની ચૂકવણી કરવા અંગે વિશ્વાસ આપી કરોડો રૂપિયાનો માલ ઉસેટનાર ગેંગ (Fraud with Textile Trader) વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલોસે 6 આરોપીઓની ધરપકડ (Cheater Gang Arrested in Surat)કરી હતી. સુરત શહેરમાં સલાબતપુરા, પુણા, અને ઇકો સેલ મળી કુલ રૂ1.19 કરોડની 9 છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

સમયસર પેમેન્ટની ચૂકવણીનો વિશ્વાસ કેળવી છેતરપિંડી કરતા

છ આરોપીની ધરપકડ - સુરત શહેરના કાપડ માર્કેટમાં છેતરપિંડીની(Fraud with Textile Trader)ઘટનાને અંજામ (Fraud with Textile Trader) આપનાર ગેંગના છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના સભ્યો (Accused of 9 fraud cases arrested in Surat ) સુરતના કાપડ માર્કેટમાં ભાડેથી દુકાન રાખી અન્ય કાપડના વેપારીઓના સંપર્કમાં આવતા હતા અને આ ટોળકી દ્વારા સમયસર પેમેન્ટની ચૂકવણીનો વિશ્વાસ આપવામાં આવતો હતો. ત્યારબાદ છેતરપિંડી કરવામાં આવતી હતી.

આ પણ વાંચોઃFraud with Textile Trader : સુરતમાં લેભાગુ તત્વોને લઈને ગૃહપ્રધાન લાલ, મોટા માથા બહાર આવવાના એંધાણ

પહેલાં સમયસર પેમેન્ટ કરતાં- આ ગેંગના સભ્યો કાપડના વેપારીઓને શરૂઆતના સમયે રેગ્યુલર પેમેન્ટની ચૂકવણી કરતા હતાં, જોકે વેપારીઓને વિશ્વાસમાં લઇ બાદમાં લાખો રૂપિયાનો માલ ખરીદી લેતા હતાં અને બાદમાં ભાડાની દુકાન બંધ કરી ભાગી (Fraud with Textile Trader) છુટતાં હતાં. સલાબતપુરામાં છ ગુનાઓ, પુણા પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ અને ઇકો સેલ મળીને રૂ1.19 કરોડ ની છેતરપિંડીની ફરિયાદ (Accused of 9 fraud cases arrested in Surat ) નોંધવામાં આવી હતી.

આ પણ વાંચોઃ fraud with Surat businessman: સુરત પેઢી બંધ કરી 3.92 કરોડનું ઉઠમણું કરનારા મુખ્ય સુત્રધાર ગોવાના કસીનોમાંથી ઝડપાયો

કાપડના વેપારીઓ સાથે મળી પોલીસે બનાવી એપ- સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે પોલીસે ફરિયાદના આધારે મહેન્દ્રસિંહ રાવ, મનીષ વાવડીયા, દિલીપ વર્મા,રવિભાઈ વાઘેલા,પાર્થ પટેલ ,આકાશ પટેલની ધરપકડ (Cheater Gang Arrested in Surat) કરી હતી. આ સાથે ઠગાઈના કિસ્સાઓ અટકાવવા માટે સુરત પોલીસે કાપડના વેપારીઓ સાથે મળીને એક એપ બનાવવામાં આવી છે. આ એપમાં તમામ ઠગબાજોના નામ અને તમામ વિગત અપડેટ કરવામાં આવશે કે જેથી વેપારીઓ આવા ઠગબાજોને (Accused of 9 fraud cases arrested in Surat ) માલ નહીં આપે.

ABOUT THE AUTHOR

...view details