સુરતઃ સુરતના લીંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા પરવાનેદાર અને કોમ્પ્યુટર ઓપરેટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય પરવાનેદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સુરક્ષા અને સલામતીને લઈ આજરોજ ગુજરાતભરની મોટાભાગની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળ પાડી સેફટી કીટની માગ કરી હતી.
સુરત: સસ્તા અનાજની દુકાનના વેપારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, અન્ય વેપારીઓમાં ભયનો માહોલ
સુરતના લીંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા પરવાનેદાર અને કોમ્પ્યુટર ઓપરેટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય પરવાનેદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સુરક્ષા અને સલામતીને લઈ આજરોજ ગુજરાતભરની મોટાભાગની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળ પાડી સેફટી કીટની માગ કરી હતી.
સાથે જ ગોડાઉન પરથી આપવામાં આવતો અનાજનો જથ્થો એકસાથે આપવાની માગણી કરવામાં આવી છે. દુકાન પર અનાજ લેવા માટે હજારો રેશનકાર્ડ ધારકોનો ધસારો રહેતો હોય છે, ત્યારે કોણ વ્યક્તી ક્યાંથી આવ્યો હોય છે તેની જાણ સંચાલકને રહેતી નથી.
આ સમયે સંચાલકના આરોગ્ય સામે પણ પ્રશ્ન ઉભા થાય છે. જે રીતે લીંબાયતના પરવાનેદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેને જોતા અન્ય સસ્તા અનાજની દુકાનના પરવાનેદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. પરવાનેદારો દ્વારા રાજ્ય સરકાર પાસે સેફટી કીટ અને અનાજનો પૂરતા જથ્થાની એકસાથે ફાળવણી કરવા માગ કરવામાં આવી છે.