- વોર્ડ નંબર 5ના લોકો સાથે ચૌપાલ
- સ્થાનિકોને અનેક તકલીફ
- આ વોર્ડમાં છે હીરા કટિંગનો ઉદ્યોગ વિશ્વના 10 માંથી 9 હીરા કટિંગ અને પોલિશિંગ થતા વોર્ડની ચૌપાલ
સુરતઃ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIMની એન્ટ્રી ગુજરાતમાં થવાથી ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. જે અંતર્ગત ETV BHARATની ટીમે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં વોર્ડના લોકોએ પોતાની પડતી તકલીફ અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં વિશ્વના 10 માંથી 9 હીરાનું કટિંગ કરવામાં આવે છે.
આ વોર્ડમાં ગત 40 વર્ષથી હીરાના કટિંગનો વ્યવસાય ચાલે છે