ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના વધતા કેસના કારણે કેન્દ્ર સરકારની ટીમ સુરતની મુલાકાતે - surat municipal corporation

દિન-પ્રતિદિન કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. જેના કારણે કેન્દ્ર સરકારની ટીમ સુરત આવી પહોંચી છે. શનિવારે આ ટીમ દ્વારા પનાસ હેલ્થ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે જ હેલ્થ સેન્ટરોમાં કયા પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે અને દર્દીઓને કઈ રીતે સારવાર આપવામાં આવી રહી છે, તે અંગે વિવિધ પ્રકારની માહિતી લેવામાં આવી હતી.

ETV BHARAT
કોરોનાના વધતા કેસના કારણે કેન્દ્ર સરકારની ટીમ સુરતની મુલાકાતે

By

Published : May 9, 2020, 3:32 PM IST

સુરત: ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જે રીતે આંકડાઓ સતત વધી રહ્યા છે. તે ખૂબ ચિંતાનો વિષય છે. જેથી કેન્દ્ર સરકારની એક ટીમે ફરીવાર સુરતમાં ધામા નાખ્યા છે. આ ટીમ દ્વારા માન દરવાજા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.

કોરોનાના વધતા કેસના કારણે કેન્દ્ર સરકારની ટીમ સુરતની મુલાકાતે

આ ટીમ સમક્ષ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શનિવારે વહેલી સવારે આ ટીમ પનાસ હેલ્થ સેન્ટર ખાતે પહોંચી હતી. હેલ્થ સેન્ટરમાં કયા પ્રકારની સગવડો છે અને દર્દીઓને કઈ રીતે સારવાર આપવામાં આવી રહી છે, તે તમામ પ્રકારની માહિતી ટીમ દ્વારા મેળવવામાં આવી હતી.

આ સાથે જ પનાસ તથા આસપાસના વિસ્તારોમાં કેટલા પોઝિટિવ દર્દીઓ છે અને તેના પર કઈ રીતે નજર રાખવામાં આવી રહી છે, તે અંગે પણ આ ટીમ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. આ ટીમ હવે મેળવેલી માહિતીના આધારે એક રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સબમિટ કરશે.

ABOUT THE AUTHOR

...view details