સુરત : પર્યાવરણની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે 1મી જુલાઈથી સિંગલ યુઝ (Plastic Campaign in Surat) પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધનો સંપૂર્ણ અમલ કરાવવા માટે સુરત મનપાના આરોગ્ય તંત્રે કમર કસી લીધી છે. સિંગલ પ્લાસ્ટિકના વેચાણ અને (Single Use Plastic Campaign in Surat) આયાત પર નજર રાખવા સ્પેશિયલ ટીમની રચના પણ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો :સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થાય તે પહેલાં ગુજરાતને મળશે દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક કાફે
સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝુંબેશ -સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના વડા ડો. આશિષ નાયકના જણાવ્યું હતું કે, 1મી જુલાઈથી સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ઝોન કક્ષાએ સ્ક્વોડ બનાવીને ઠેર ઠેર તપાસ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી દંડ ફટકારવામાં(Central Government Imposed ban) આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે સતત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે પણ સુરત શહેરમાં ખૂબ જ મોટા પાયે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થઈ રહ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગેરકાયદે નિર્માણ, આયાત, સ્ટોરેજ, વિતરણ અને વેચાણ પર રોક લગાવવા માટે સ્પેશિયલ (Surat Manpa Plastic Campaign) ટીમોની રચના પણ કરવામાં આવશે.
વેપારીઓની હાલત કફોડી -સુરતમાં છેલ્લા 20 વર્ષથી પ્લાસ્ટિકનો વ્યાપાર કરનાર વિનોદભાઈએ જણાવ્યું હતું કે, સરકારને પર્યાવરણ સહિત વેપારીઓ માટે પણ વિચારણા કરવી જોઈએ. આવી પરિસ્થિતિમાં આ વેપારીઓની સ્થિતિ કફોડી બની જશે. આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી કે, રાજ્ય સરકારોને જણાવી દેવામાં આવ્યું છે કે, એક રાજ્યથી બીજા રાજ્યમાં (Plastic Campaign in Surat) પણ સિંગલ યુઝ નહીં શકાય. મંત્રાલયના નિવેદનમાં કહેવાયું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકની પર્યાવરણ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. સમુદ્રી પ્રકૃતિ પણ તેનાથી પ્રભાવિત થાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે વધતા પ્રદૂષણ માત્ર ભારત જ નહીં બલકે ઘણાં દેશો માટે પડકાર બનેલું છે.