- બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ
- અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશો નિરાશ
- સોસાયટીના રહીશો માથે તપેલું અને હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યાં હતાં
સુરત : હાલમાં નવરાત્રી પર્વ ચાલે છે અને સુરતની શેરીઓમાં નવરાત્રીની ધૂમ મચી છે. ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં નવરાત્રી પર્વ દરમ્યાન અનોખો વિરોધ (Protest against the builder of Celebration Homes in Surat) સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં સેલિબ્રેશન હોમ્સ આવેલું છે. અહીં બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ અવારનવાર તૂટી પડ્યા હતાં. જેને લઈને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી આ મામલે રહીશોએ નવરાત્રી પર્વ દરમ્યાન અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
બિલ્ડર પ્રત્યેનો રોષ વ્યક્ત કરવા ગરબાને માધ્યમ બનાવ્યાં
સોસાયટીના રહીશો પોતાના માથે તપેલું મૂકી તેમજ પુરુષોએ માથે હેલ્મેટ પહેરીને ગરબે Garba) ઘૂમ્યા હતાં એટલું જ નહી અહી બેનર લગાવી વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રહીશોએ બેનરમાં લખ્યું હતું કે માનવતા મહેમાનોને નમ્ર વિનંતી કે અહીં બાલ્કનીના એલીવેશનના કાચ અચાનક પડે છે તો બિલ્ડીંગથી 10 ફૂટ દુર ચાલો. અમને તમારી ચિંતા છે. પણ અમે જેની પાસેથી ફ્લેટ લીધા છે એને અમારી ચિંતા નથી. અહી ફ્લેટ લેતાં પહેલાં પ્રમુખ તથા અન્ય સભ્યોની મુલાકાત લેવી કારણ કે સભ્યો અને બિલ્ડર વચ્ચે સોસાયટી બાબતે તકરાર ચાલે છે.