ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના લીંબાયતમાં હત્યાનો બનાવ CCTVમાં ઝીલાયો - લીબાયતમાં હત્યાનો બનાવ સીસીટીવીમાં ઝીલાયો

સુરત શહેરના લીંબાયતમાં હત્યાનો આ બનાવ રવિવારની રાત્રે બન્યો હતો. ત્રણેક ઈસમો એક યુવકને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયાં હતાં. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરતના લીંબાયતમાં હત્યાનો બનાવ CCTVમાં ઝીલાયો
સુરતના લીંબાયતમાં હત્યાનો બનાવ CCTVમાં ઝીલાયો

By

Published : Oct 4, 2021, 1:09 PM IST

  • ત્રણેક ઈસમોએ એક યુવકને પેટમાં ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયાં
  • યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતાં મૃત જાહેર કરાયો
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે


    સુરત : સુરતના લીંબાયત વિસ્તારમાં ગીરીરાજનગર પાસે સંચાના ખાતાઓ ચાલે છે. રાત્રિના 12 વાગ્યાની આસપાસ ત્યાં ધર્મેશભાઈ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં ત્રણેક જેટલા ઈસમો તેને પેટમાં ચપ્પુ કે છરીના ઘા મારતા નજરે ચડે છે. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ હત્યાના આ બનાવ સંદર્ભે લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ શરુ કરી છે.
    યુવકની હત્યાના મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી

હત્યારાઓની ઓળખ પણ થઇ ગઇ છે


એસીપી એ.એમ.પરમારે જણાવ્યું હતું કે ગીરીરાજનગર સ્થિત પ્લોટ નબર 75 નજીક કે જ્યાં સંચાના ખાતા ચાલે છે. ત્યાં ત્રણ અજાણ્યા ઈસમોએ ધર્મેશભાઈ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડેની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે તેઓની માતાની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. હત્યારાઓની ઓળખ પણ થઇ ગઇ છે અને ટૂંકસમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હત્યા કેમ કરવામાં આવી તે આરોપીની ધરપકડ થયા બાદ તેની પૂછપરછમાં સામે આવશે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details