ગુજરાત

gujarat

ETV Bharat / city

અપહરણનો ડ્રામા કરી ભાગી ગયેલી CAની વિદ્યાર્થિની પ્રેમી સાથે દિલ્હીથી ઝડપાઈ - અપહરણનો ડ્રામા

વર્તમાન સમયમાં પ્રેમી યુગલો પોતાના પ્રેમમાં કંઈ પણ હદ સુધી જઈ શકે છે. તેનું એક ઉદાહરણ જોવા મળ્યું સુરતમાં. સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતી CAની વિદ્યાર્થિનીનું અપહરણ થયું હતું. તો યુવતીના પિતા પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જોકે, જિલ્લા SOGએ આ ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આ બંને પ્રેમી યુગલને દિલ્હીના આગ્રા મથુરા રોડ પરથી પકડ્યા હતા. બંનેએ યુવતીના અપહરણનો ડ્રામા કરી 10 લાખ રૂપિયા પડાવવાનો કારસો ઘડ્યો હતો.

અપહરણનો ડ્રામા કરી ભાગી ગયેલી CAની વિદ્યાર્થિની પ્રેમી સાથે દિલ્હીથી ઝડપાઈ
અપહરણનો ડ્રામા કરી ભાગી ગયેલી CAની વિદ્યાર્થિની પ્રેમી સાથે દિલ્હીથી ઝડપાઈ

By

Published : Aug 5, 2021, 3:11 PM IST

  • યુવતીએ પિતા પાસેથી 10 લાખની ખંડણી માંગવા પ્રેમી પાસે ફોન કરાવ્યો હતો
  • યુવતીના પરિવારને રાજસ્થાની યુવક સાથેના પ્રેમસંબંધો મંજૂર નહોતા
  • એક જગ્યાએ 12 કલાકથી વધુ સમય બંને જણા રોકાતા નહોતા

સુરત: વરાછા વિસ્તારમાં રહેતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અભ્યાસ કરતી એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવતીના પિતા પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જોકે, SOG પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ બંને યુવક યુવતીને દિલ્હી આગ્રા મથુરા રોડ પર આવેલા ટોકનાકા પરથી પકડી પાડ્યા હતા. બંનેએ અપહરણનો ડ્રામા કરી પિતા પાસે દસ લાખ રૂપિયાની ખંડણી માગણી કરી હતી. કારણ કે યુવતીના પરિવારને રાજસ્થાની યુવક સાથેના પ્રેમસંબંધો મંજૂર નહોતા.

આ પણ વાંચો-બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ, 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ

વરાછા પોલીસ સ્ટેશન (Varachha Police Station)માં અપહરણનો ગુનો નોંધાયો હતો

આ અંગે મળતી માહિતી અનુસાર, 28 જુલાઈએ વરાછા વિસ્તારમાં ડાયા પાર્કમાં રહેતી અને એનો અભ્યાસ કરતી પાયલ સોલંકી ગુમ થઈ ગઈ હતી. આ મામલે વરાછા પોલીસ સ્ટેશન (Varachha Police Station)માં અપહરણનો ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પાયલના પિતાને તેમની પૂત્રીનું અપહરણ થયું છે અને 10 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. આ પ્રકરણમાં SOGની ટીમે વરાછા પોલીસ (Varachha Police) સાથે સંકલન કરી તપાસ આગળ વધારી હતી.

એક જગ્યાએ 12 કલાકથી વધુ સમય બંને જણા રોકાતા નહોતા

આ પણ વાંચો-લેન્ડ ગ્રેબિંગ ,અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

રાજસ્થાનના આકાશે યુવતીનું અપહરણ કર્યું હતું

SOGને જાણકારી મળી હતી કે પાયલનું અપહરણ આકાશ રાજકુમારે કર્યું છે, જે મૂળ રાજસ્થાનના જિલ્લા ચિત્તોડગઢનો છે અને અપહરણ કરી પાયલને આકાશ મધ્યપ્રદેશના. ઈન્દોર તરફ ભાગ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ માહિતીને આધારે SOGની ટીમ ઈન્દોર પહોંચી હતી અને ત્યાંથી આકાશ અને યુવતી તરફ ભાગ્યા હોવાનું જાણવા મળતા SOGની ટીમ ત્યાંથી દિલ્હી પહોંચી હતી. આગ્રા મથુરા રોડ આગ્રા ટોલનાકા પાસે હાઈ-વે ઉપરથી આકાશ ખટીકને ઝડપી પાડી યુવતીને મુક્ત કરાવી હતી.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમ જ દિલ્હી ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયા

આરોપી આકાશ ખટીકે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, પાયલ અને તેના માતાપિતાને તેમનો પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી 3 મહિના પહેલાથી જે ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. અને તે માટે એ નવા સિમકાર્ડ મોબાઈલની ખરીદી કરવા સાથે 50,000 રૂપિયા સાચવી રાખ્યા હતા. પોલીસ પકડે નહીં તે માટે શું કરવું તે જાણવા સોશિયલ મીડિયા ઉપર વિડિયો પણ જોયા કરતા હતા. ઘરેથી ભાગી ગયા બાદ યુવતીના પિતા તેને શોધે નહીં તે માટે યુવતીએ જ આરોપી આકાશને ખંડણી માંગવા માટે ફોન કર આવ્યો હતો. એક જગ્યાએ 12 કલાકથી વધુ સમય બંને જણા રોકાતા નહોતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હી ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયા હોવાનું પણ આરોપીઓએ કબૂલ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details