ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાણેજે દેણું ચૂકવવા મામાની ઓફિસમાં ચોરી કરી, 24 લાખ રૂપિયાના હીરાની તફડંચી - ભાણેજે દેણું ચૂકવવા મામાની ઓફિસમાં ચોરી કરી

દેણું ચુકવવા માટે ભાણેજે મામાની હીરા ઓફિસમાં 24.12 લાખ રૂપિયાના હીરાની ચોરી ( Case of diamond theft in Surat ) કરી હતી. પરંતુ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના કારણે આરોપી ભાણેજનું કરતૂત સામે આવતાં ધરપકડ ( Surat Thief caught on CCTV ) કરવામાં આવી છે.

ભાણેજે દેણું ચૂકવવા મામાની ઓફિસમાં ચોરી કરી, 24 લાખ રૂપિયાના હીરાની તફડંચી
ભાણેજે દેણું ચૂકવવા મામાની ઓફિસમાં ચોરી કરી, 24 લાખ રૂપિયાના હીરાની તફડંચી

By

Published : Oct 10, 2022, 3:17 PM IST

સુરતવરાછા ચોકસી બજાર ખાતે આવેલી હીરાની ઓફિસમાં 24.09 લાખના હીરાની ચોરી ( Case of diamond theft in Surat ) થઇ હતી. હીરા તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ 24.12 લાખની મત્તા ચોરી કરી અજાણ્યા ઈસમ ફરાર થઇ ગયો હતો. ભૌમિક પરબતભાઈ સોજીત્રા વરાછા મિનીબજાર પાસે આવેલા ચોકસી બજારમાં હીરાની ઓફીસ ધરાવે છે. જ્યારે તેઓ સવારે ઓફિસ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ઓફિસમાં હીરાની ચોરી થઈ છે.

સીસીટીવી કેમેરાના કારણે આરોપી ભાણેજનું કરતૂત સામે આવતાં ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરીચોરીની ઘટના ( Case of diamond theft in Surat ) બાદ સમગ્ર પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ( Surat Crime Bhanch )તપાસ શરૂ કરી હતી. ચોરી કરનાર આરોપી અન્ય કોઈ નહી પરંતુ ઓફીસ માલિકનો ભાણેજ નીકળ્યો હતો. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સીમાડા ખાતે રહેતા વિજયકુમાર મુકેશભાઈ ધડુકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે 24.09 લાખના હીરા કબજે કર્યા હતાં.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ આ સમગ્ર મામલે સીસીટીવી ( Surat Thief caught on CCTV ) કેમેરામાં કેદ ફૂટેજના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ ( Surat Crime Bhanch )તપાસ શરૂ કરી હતી. ફૂટેજમાં જોવા મળે છે કે એક અજાણ્યો ઇસમ કાળા કલરના કપડા પહેરીને તેમજ પોતાનો ચહેરો ન દેખાય તે રીતે છત્રી રાખી ઓફીસનું લોક ડુપ્લીકેટ ચાવી વડે ખોલી ઓફિસમાં પ્રવેશ્યો હતો. એટલું જ નહીં ઓફીસમાંથી 24.09 લાખના હીરા તેમજ ઓફિસમાં રહેલું સીસીટીવી કેમેરાનું ડીવીઆરની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

કપડાની દુકાનના ધંધામાં નુકશાની સુરત ક્રાઈમ બ્રાન્ચ ( Surat Crime Bhanch )ના પોલીસી ઇન્સ્પેક્ટર લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, આરોપી માલિકનો ભાણેજ છે. તેણે કાપડની દુકાનમાં થયેલા નુકશાનનું દેણું ચુકવવા ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. કપડાની દુકાનના ધંધામાં નુકશાની થતા તેને દેવું થઇ ગયું હતું અને દેવું ચુકવવા માટે તેણે ચોરી કરી હતી. આરોપી પાસે મામાની ઓફીસની એક ચાવી હોવાથી દેવું ચુકવવા તેણે રાત્રીના સમયે આવી પોતાનું મોઢું ન દેખાય તે હિસાબે ઓફીસની અંદર પ્રવેશી ટેબલના ખાનાનું લોક કાપી હીરાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details