સુરત :શહેરમાં બે મહિલાઓઅશાંતધારા વિસ્તારમાં (Ashant Dhara Act Violation) મકાન ખરીદવા માટે આવતા એક શખ્સે તેમના પર આરોપ લગાવ્યો હતો કે, તે મહિલાઓ મકાન વેંચવા માટે હેરાન કરી રહી છે. જેના CCTV પણ જાહેર કર્યા છે. જેના આધારે આ મહિલાઓ પર શખ્સે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. તેમનો આરોપ છે કે, દલાલો દ્વારા અશાંતધારા વિસ્તારમાં ફ્લેટ ખરીદવા મહિલાઓને હાથો બનાવવામાં આવી રહી છે. આ બાબતે પોલીસે શખ્સના આરોપને વખોડી કાઢ્યો છે.
શું મકાન વેચવાનું છે ?
શહેરના અશાંત ધારા અંતર્ગત આવતા ગોપીપુરા વિસ્તારમાં (Ashant Dhara Area In surat) મકાન ખરીદવા માટે અન્ય ધર્મની મહિલાઓને આગળ કરાઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ફરિયાદીએ સોસાયટી પ્રમુખની પત્નીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ વિસ્તારના ફ્લેટ માલિકે પોલીસ કમિશ્નરથી લઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુધી અરજી (Complaint to Home Minister) કરી છે. ફ્લેટ માલિકે મહિલાઓ દ્વારા અજાણ્યા લોકોના ઘરના દરવાજા ખટખટાવી મકાન વેચવાના છે ? તેવી રીતે પૂછપરછ કરવામાં આવતો હોવાનો CCTV વીડીયો પણ જાહેર કર્યો છે. ગોપીપુરા સુનિલ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિન શાહ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી કે, 19 ડિસેમ્બરે બિલ્ડિંગમાં બે મહિલાઓ મકાન ખરીદવા માટે આવી હતી. આ દરમિયાન મહિલાઓએ જીભાજોડી કરી હોવાનો ફ્લેટ માલિકે આરોપ લગાવ્યો છે.
શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ
ભાવિને જણાવ્યું હતું કે, તેમની બિલ્ડિંગમાં 15 જેટલા ફ્લેટ છે, જેમાંથી 12 લોકોએ સાટાખત કરી લીધા છે, પરંતુ અશાંત ધારા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી (Ashant Dhara Permission) નથી. તેઓ પોતાના મકાન વેચવા માગતો નથી, જેથી અવારનવાર તેને હેરાન કરવામાં આવે છે. દલાલો મકાન ખરીદવા માટે આ મહિલાઓને એના ઘરે મોકલે છે. આ અગાઉ પોલીસને ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસે આ અંગે ગંભીરતા લીધી નથી. આ સાથે બિલ્ડિંગના પ્રમુખ પર આરોપ કરતા તેમણે કહ્યું કે, પ્રમુખ પણ તેમાં સામેલ છે. આથી, બિલ્ડિંગના 12 પ્લેટના સાટાખત મુસ્લિમ સમાજના લોકો સાથે થઈ ગયા છે.
દલાલોનું મોટું કાવતરું ?