ગુજરાત

gujarat

ETV Bharat / city

Cannabis seized from Surat: સાયણથી ઝડપાયો 600 કિલો ગાંજો, ગૃહપ્રધાને આપ્યાં અભિનંદન

સુરતની ગ્રામ્ય SOGએ સાયણથી 600 કિલો ગાંજો (Cannabis seized from Surat) ઝડપી પાડ્યો છે. પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે. પોલીસે 60 લાખ રૂપિાના ગાંજા સહિત 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત પોલીસે 6 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Cannabis seized from Surat: સુરતના સાયણથી 600કિલો ગાંજો ઝડપાયો, 70 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
Cannabis seized from Surat: સુરતના સાયણથી 600કિલો ગાંજો ઝડપાયો, 70 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

By

Published : Mar 7, 2022, 10:52 PM IST

Updated : Mar 8, 2022, 3:48 PM IST

સુરત: સુરત ગ્રામ્ય SOGની ટીમે સાયણ ગામ (SOG Sayan Village)ની સીમમાંથી મોટી માત્રામાં ગાંજો ઝડપી (Cannabis seized from Surat) પાડ્યો હતો. SOGની ટીમે 600 કિલો ગાંજા સાથે એક ઇસમની ધરપકડ પણ કરી હતી. ગુજરાતના મોટા શહેરો નશાખોરોના ટાર્ગેટ પર છે ત્યારે હવે આ નશાના સોદાગરો (Drugs In Gujarat) ગુજરાત બહારથી નશાનો સામાન ગુજરાતમાં ઘૂસાડી રહ્યા છે.

600 કિલો ગાંજા સાથે એક ઇસમની ધરપકડ.

આ પણ વાંચો:Police seized Drugs in Vapi: સ્કૂલબેગમાં ડ્રગ્સ ભરીને ઉભેલા 2 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્રથી લવાયો હતો 16 કિલો ગાંજો

ગાંજાનો 600 કિલો જથ્થો મળી આવ્યો

સુરત ગ્રામ્ય SOG પોલીસે બાતમીના આધારે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાં પટેલ ઇન્ડસ્ટ્રીઝ (patel industries sayan)માં આવેલા ખુલ્લા પ્લોટની સામે આવેલા રોડ પર એક આઇસર ટેમ્પોમાંથી એક ઈસમ પાસેથી ગેરકાયદેસર રીતે અને વગર પાસ-પરમીટનો ગાંજાનો 600 કિલો જથ્થો મળી આવ્યો હતો. રૂપિયા 60 લાખનો ગાંજો, મોબાઈલ, રોકડા, આઇસર ટેમ્પો, થ્રી વ્હીલ ટેમ્પો, મોટરસાયકલ મળી કુલ રૂપિયા 70,48,925નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:Cannabis seized from Morbi: વાંકાનેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ગાંજો ગુજરાતમાં કઈ રીતે ઘૂસ્યો?

હાલ પોલીસે ટેમ્પાનો ક્લિનર જાવીદ શેખને અટકાયત કરી જેલ હવાલે કર્યો છે. તેમજ ગાંજો લઇ આવનાર, માલ મંગાવનાર અને માલ મોકલનાર મૂળ ઓરિસ્સાના 4 તેમજ અન્ય 2 મળી કુલ 6 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, આરોપી ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને ગુજરાતમાં કેવી રીતે ઘૂસાડ્યો હતો.

ગૃહપ્રધાને સુરત ગ્રામ્ય પોલીસને પાઠવ્યા અભિનંદન

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત ગ્રામ્ય પોલીસને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા.

સુરત ગ્રામ્ય પોલીસે ઝડપેલા 600 કિલો ગાંજાને લઈને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત ગ્રામ્ય પોલીસને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા. રાજ્યના ગૃહપ્રધાને સુરત ગ્રામ્ય પોલીસની કામગીરી બિરદાવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઓલપાડના સાયણ સીમ વિસ્તારમાંથી 600 કિલોથી વધુ ગાંજા સાથે 70,48,925 રૂપિયાનો મુદ્દામાલ પકડવાની ઉત્તમ કામગીરી કરવામાં આવી. તે બદલ સુરત ગ્રામ્ય પોલીસને અભિનંદન પાઠવું છું.'

Last Updated : Mar 8, 2022, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details