- કોરોના પોઝિટિવ દર્દી પણ PPE કીટ પહેરીને મતદાન કરી શકશે
- કોરોનાના શંકાસ્પદ મતદારે બે દિવસ પહેલા RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે
- રિપોર્ટ અંગે ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે
સુરતઃઆ વખતના પ્રચારમાં ભાજપ હોય કે કોંગ્રેસ કોઈપણ પક્ષના મોટા રાજકીય નેતા પ્રચારમાં આવ્યા નથી. જોકે ગ્રુપ મીટીંગ અને ડોર ટુ ડોર સંપર્ક પર આ વખતે વધારે ભાર આપવામાં આવ્યો છે. ધીરે-ધીરે ચૂંટણીપ્રચાર હાઇટેક પણ બની રહ્યો છે. ભાજપે વર્ચ્યુઅલ મીટીંગનો સહારો લીધો છે તો કોંગ્રેસે સૌરાષ્ટ્રમાંથી નેતાઓને બોલાવીને અહીંયા રહેતાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.
AAP કોના મત કાપશે ? : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ચિંતિત
આ વખતના પ્રચારમાં કતારગામમાં પ્રજાપતિ સમાજમાં પક્ષને બાજુ પર મૂકીને સમાજના ઉમેદવાર માટે પ્રચાર કરવામાં આવતાં વિવાદ પણ ઉભો થયો છે. સુરતમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે AAPએ પણ પ્રચાર ઝુંબેશ ચલાવી હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ધ્રાસકો પડ્યો છે કે AAP કોના મત કાપશે ? આ વખતે ઉમેદવારો દ્વારા પોતાના સમાજ, વતન, ગામડાના મંડળો, પરપ્રાંતીઓ દ્વારા પોતાની ભાષામાં પેમ્પલેટ છપાવીને પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ પાટીદાર અનામત સમિતિના સભ્યોએ પણ કોંગ્રેસના વિરુદ્ધમાં પ્રચાર કર્યા છે જેથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થયો છે.