ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં દુબઈ જેવો થ્રી લેયર બ્રિજ,  જુઓ સ્કાય વ્યૂ - Railway overbridge in Surat

દેશનો સૌથી પહેલો થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજ (First three layer flyover bridge in Surat in India) અને રેલવે ઓવરબ્રિજ તૈયાર થઇ ગયાં છે. જેનું લોકાર્પણ 19 જૂનને રવિવારે કેબિનેટ પ્રધાન દર્શના જરદોશ (Cabinet Minister Darshan Zardosh), શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે.

સુરતમાં દેશનો પહેલો થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજ, જુઓ આકાશી નજારો
સુરતમાં દેશનો પહેલો થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજ, જુઓ આકાશી નજારો

By

Published : Jun 18, 2022, 5:26 PM IST

Updated : Jun 18, 2022, 6:40 PM IST

સુરત : રુપિયા 133 કરોડના ખર્ચે બનેલા આ ફ્લાયઓવર બ્રિજને તા.19મીને રવિવારે ખુલ્લો મુકાશે. આ ઉપરાંત સહારા દરવાજા પરનો મલ્ટિ લેયર બ્રિજ (Multi layer bridge over Sahara Gate at a cost of Rs 133 crore) પણ તૈયાર થઇ ગયો છે તેને ઓન રીંગરોડના બ્રિજની સાથે ખુલ્લો મુકાશે. બંને ફ્લાયઓવર શરૂ થતાં અંદાજે 15 લાખ લોકોને રાહત મળશે. 25 વર્ષ પહેલા રિંગ રોડ બ્રિજ(Railway overbridge in Surat ) બન્યા બાદ વાહનોની સંખ્યા તથા કાપડ માર્કેટો વધતાં ટ્રાફિક સમસ્યા વધી હતી જેને લઈ મલ્ટિલેયર બ્રિજનું આયોજન કરાયું હતું.

વાહનોની સંખ્યા તથા કાપડ માર્કેટો વધતાં ટ્રાફિક સમસ્યા વધી હતી જેને લઈ મલ્ટિલેયર બ્રિજનું આયોજન કરાયું હતું

આ પણ વાંચોઃ ભાવનગરમાં ફ્લાયઓવરનું કામ પૂરું કરવામાં તંત્રને ખરેખર રસ જ નથી કે શું...

ગીચ ટ્રાફિકમાંથી મુક્તિ-આ નવો મલ્ટિલેયર ફ્લાયઓવર બનવાને કારણે રિંગ રોડથી કડોદરા તરફ (First three layer flyover bridge in Surat in India) આવવા-જવા માટે ન્યૂ બોમ્બે માર્કેટ વિસ્તાર સહિતના ગીચ ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આગામી 19 જૂનને રવિવારે સાંજે 5.00 કલાકે આ બંને ફ્લાયઓવરને કેબિનેટપ્રધાન દર્શના જરદોશ (Cabinet Minister Darshan Zardosh), શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે.

આ પણ વાંચોઃ Railway Overbridge in Surat : સુરત ઓલપાડ રોડ પર 6 લેનના નવા રેલવે ઓવરબ્રિજની મંજૂરી

ત્રણ વાર તારીખો પણ જાહેર કરાઈ -સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની ટ્રાફિક સમસ્યા (Traffic problem in the textile market area of Surat) નિવારવા રીંગરોડ પર બનેલા ડો. બાબા સાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજ શહેરનો સૌથી વ્યસ્ત બ્રિજ છે. પચ્ચીસ વર્ષ પહેલા 18 કરોડમાં બનેલા આ ફ્લાય ઓવર બ્રિજનું હાલમાં રીપેરીંગ કાર્ય ચાલી રહ્યું હોવાથી બંધ કરાયો હતો. આ બ્રિજને ખુલ્લો મુકવા માટે ત્રણ વાર તારીખો પણ જાહેર કરાઈ હતી. જો કે હાલમાં રીપેરીંગ કામ આખરી તબક્કામાં હોય 19 જુને સહારા દરવાજા મલ્ટી લેયર ફ્લાય ઓવર બ્રિજની સાથે જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાશે.

Last Updated : Jun 18, 2022, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details