ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારે વધાર્યો શેરડીનો ટેકાનો ભાવ, પ્રતિ ક્વિન્ટલ ખેડૂત કમાશે આટલા રુપિયા - PM Modi

સરકારે શેરડીનો ટેકાનો ભાવ (Support price of sugarcane ) વધારતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે. સરકારે પ્રતિ ક્વિન્ટલ 15 રૂપિયા વધારી રૂપિયા 305 (Sugarcane Rs 305 per quintal) કર્યો છે. ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2022-23 ( marketing year 2022 23) માટે આ ભાવ અમલી છે.

સરકારે વધાર્યો શેરડીનો ટેકાનો ભાવ, પ્રતિ ક્વિન્ટલ ખેડૂત કમાશે આટલા રુપિયા
સરકારે વધાર્યો શેરડીનો ટેકાનો ભાવ, પ્રતિ ક્વિન્ટલ ખેડૂત કમાશે આટલા રુપિયા

By

Published : Aug 4, 2022, 8:25 PM IST

સુરત : કેન્દ્ર સરકારે ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2022-23 માટે ( marketing year 2022 23)સરકારે શેરડીના ટેકાના ભાવમાં ક્વિન્ટલદીઠ 14 રૂપિયા (Support price of sugarcane ) વધારીને 305 રૂપિયા કર્યો છે.ખાંડની મિલો પાસેથી ખેડૂતોને એક ક્વિન્ટલ શેરડી માટે ઓછામાં ઓછા 305 રૂપિયા (Sugarcane Rs 305 per quintal) મળશે. સરકારના આ નિર્ણયથી શેરડીના પાંચ કરોડ ખેડૂતો, તેમના આશ્રિતો, ખાંડની મિલો અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ લાખ શ્રમિકોને ફાયદો થશે.

સરકારે પ્રતિ ક્વિન્ટલ 15 રૂપિયા વધારી રૂપિયા 305 કર્યા

આ પણ વાંચોઃ Price of Sugarcane Farmers : શેરડી પકવતા ખેડૂતોએ શેરડીના પોષણ ક્ષમ ભાવ મળે એવી કરી માંગ

142 રૂપિયાનો ફાયદો થશે-આ અંગે ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi )નેતૃત્ત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ (Cabinet Committee on Economic Affairs) માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબર સપ્ટેમ્બર) 2022-23 માટે શેરડીનો ટેકાનો ભાવ 305 રૂપિયા (Support price of sugarcane )કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.માર્કેટિંગ વર્ષ 2022-23 માટે એક ક્વિન્ટલ શેરડીનો ઉત્પાદન ખર્ચ 162 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોને એક ક્વિન્ટલ ઉ૫૨ 142 રૂપિયાનો ફાયદો થશે. ખેડૂતોને પડતર કીંમત પર 88 ટકાનો નફો થશે. આમ સરકારે ખેડૂતોને 50 ટકાથી વધુ નફો આપવાનું પોતાનું વચન નિભાવ્યું.

આ પણ વાંચોઃ Price per ton of sugarcane : શેરડી ફેક્ટરીઓએ ભાવ કર્યાં જાહેર, પાછલાં વર્ષની સરખામણીએ શું મળ્યા ભાવ જાણો

5 લાખ શ્રમિકોને ફાયદો - મહત્ત્વનું છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે શેરડી મહત્વનો પાક છે. શેરડીનો પાક ખૂબ જ વ્યાપક વિસ્તારમાં લેવામાં આવે છે. જેનાથી દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પણ ધમધમી રહી છે. સરકાર દ્વારા શેરડીના ટેકાના ભાવ વધારાની (Support price of sugarcane ) જાહેરાત કરી છે. સાથે ખેડૂતોની ચિંતાનો અંત આવ્યો છે કે સરકાર ટેકાનો ભાવ કેટલો જાહેર કરે છે. સરકારના આ નિર્ણયથી શેરડીના ખેડૂત પરિવારો, ખાંડ મિલો અને તે સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 5 લાખ શ્રમિકોને ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details