ગુજરાત

gujarat

ETV Bharat / city

CA પંછીલા આત્મહત્યા કેસઃ યોગ્ય તપાસ ન થતા પરિજનોએ પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદન - પોલીસની બેદરકારી

સુરત શહેરમાં પંછીલા લુણાગરીયા આત્મહત્યા કેસમાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ ન ધરાતા તેમના પરિજનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

surat police commissioner
surat police commissioner

By

Published : Jul 7, 2020, 7:45 PM IST

સુરત : CA પંછીલા લુણાગરીયા આત્મહત્યા કેસમાં અત્યાર સુધી યોગ્ય તપાસ ન થતા આજે મંગળવારના દિવસે તેમના પરિજનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. CA પંછીલાના પરિવારે માંગ કરી છે કે, કંપનીના જુના શેઠ સંજય અગ્રવાલ વિરુદ્ધ ગુનો નોંધી યોગ્ય તપાસ કરવામાં આવે.

CA પંછીલાએ 2 જુલાઇના રોજ આત્મહત્યા કરી હતી

વાંચોઃસુરતના વરાછામાં યુવતીના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ

મૃતક પંછીલાના પરિજનોનો આરોપ છે કે, પંછીલા અન્ય જગ્યાએ નોકરી પર લાગતાં આરોપી સંજયે મેઈલ અને ફોન કરી ધમકી આપી હતી. જેના કારણે પંછીલાએ આત્મહત્યા કરી હોવાનો પરિજનોનો આક્ષેપ છે. પરંતુ પોલીસ દ્વારા જવાબદાર સામે યોગ્ય તપાસ કરાઈ નથી.

CA પંછીલા આત્મહત્યા કેસમાં યોગ્ય તપાસ ન થતા પરિજનોએ પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદન

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી CA પંછીલા લુણાગરીયાએ આત્મહત્યા કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એક સપ્તાહ બાદ પણ આ કેસમાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન થતા આખરે પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. પરિજનોનો આરોપ છે કે, પંછીલાના નોકરી છોડતા પૂર્વ માલિક CA સંજય અગ્રવાલે કેસ કરવાની ધમકી આપી હતી. વારંવાર ધમકીઓ મેલ અને ફોનના લીધે તે તણાવમાં આવી ગઇ અને આખરે CA પંછીલાએ આત્મહત્યા કરી લીધી હતી.

પરિજનોએ વધુમાં જણાવ્યું કે, આરોપી સંજય વિરુદ્ધ અત્યાર સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તે માટે પરિવારના સભ્યોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details