સુરતઃ સી.આર. પાટીલ જ્યારે પોલીસમાં નોકરી કરતા હતા ત્યારે કર્મચારીઓના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું ન હતું. આ વિચારને લઈ સી.આર.પાટીલે 1987માં પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પરિવારે ETV bharatને આપી પ્રતિક્રિયા
આજે સોમવારે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલની નિમણૂક કરાઇ છે. ત્યારે પાટીલ પરિવારે પ્રથમ ETV bharatને પ્રતિક્રિયા આપી હતી. સી.આર. પાટીલનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકાઉરાઉતમાં થયો હતો. તેમણે સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો. વર્ષ 1975માં પિતાને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહી અને સી.આર.પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ગોવિંદા સમિતિની સ્થાપના કરી હતી. જો કે ડાયમંડ જ્યુબિલી બેન્ક કૌભાંડમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. કરોડો રૂપિયાની લોન મામલે તેમને કારાવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. જો કે બાદમાં તેઓને ક્લિનચીટ મળી ગઈ હતી.
પોતાની ઓફિસમાં ISO લેનારા સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે સી.આર. પાટીલની વરણી કરવામાં આવી છે. જેથી સુરતના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે જ તેમના પરિવારે પણ ETV bharatને પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.