ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભા પેટા ચૂંટણી જેવું જ પરિણામ આ ચૂંટણીનું આવશે: સી.આર.પાટીલ - Gujarat news

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છે કે, કાર્યકર્તાઓ ચૂંટણી માટે તૈયાર છે અને જે પરિણામ બાય ઈલેક્શનમાં લોકોને જોવા મળ્યું હતું તે જ પરિણામ આ વખતે પણ જોવા મળશે.

Surat
Surat

By

Published : Jan 23, 2021, 9:51 PM IST

  • ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોનું એલાન કરવામાં આવ્યું
  • કાર્યકર્તાઓ ચૂંટણીને લઇ તૈયાર
  • આપ પાર્ટીના આગમનથી ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળશે
    સ્થાનિક સ્વરાજની ચૂંટણી

સુરત: શનિવારે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી તૈયાર છે. આ વખતે આપ પાર્ટીના આગમનથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળશે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીને લઇ તૈયાર છે અને 5 વર્ષ દરમિયાન કાર્યકર્તાઓએ લોકો માટે અનેક કામો કર્યા છે. આ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવી છે તે લોકો સુધી પહોંચી છે. જેથી લોકો આ વખતે ફરી ભાજપને ચૂંટણીમાં વિજય અપાવશે.

વિકાસના કાર્ય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા

તેમણે જણાવ્યું હતું કે, 5 વર્ષ દરમિયાન લોકો માટે વિકાસના કાર્ય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. 5 વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખી જ લોકો આ વખતે મતદાન કરશે. હાલ 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જે પરિણામ આવ્યું છે, તે જ પરિણામ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details