સુરત: ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી ખેડૂતોને ખેડૂત બિલ અંગે જાગૃત કરવા ભાજપ દ્વારા વ્યુહરચના તૈયાર કરવામાં આવી છે. બિલ અંગે ખેડૂતોને જાણકારી આપવા રાજ્યમાં ભાજપના નેતાઓ 10 જેટલા સંમેલન યોજશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું સંમેલન બારડોલી ખાતે યોજાશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખેડૂતોને કૃષિ બિલ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપશે.
સુરત, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લાના ખેડૂતો રહેશે હાજર
ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વરા કૃષિ કાયદા અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે પહેલા વચેટીયાઓને ખેડૂત કરતા વધુ લાભ મળતો હોવાનું જણાવ્યું હતું. બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે યોજાનારા આ ખેડૂત સંમેલનમાં સુરત, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લાના ખેડૂતો હાજર રહેશે. સંમેલન અંગે જાણકારી આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનના નામે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ અંધાધૂંધી અને મિથ્યા ફેલાવી રહી છે. આ બિલ લોકસભામાં બહુમતી સાથે પસાર થયું છે. લોકસભાના મંચ ઉપર કોઈ પ્રશ્ન પૂછી શકાય છે.
વિપક્ષ અરાજકતા ફેલાવે છે