ગુજરાત

gujarat

By

Published : Oct 6, 2021, 3:24 PM IST

ETV Bharat / city

Rammandir માટે 11 કરોડના દાનદાતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું liver transplant operation થયું

ભવ્ય રામમંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપનાર સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું (Govind Dholakia) લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન (liver transplant operation ) કરવામાં આવ્યું હતું. તેમના ત્રણ વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈને વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.

Rammandir માટે 11 કરોડના દાનદાતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું liver transplant operation થયું
Rammandir માટે 11 કરોડના દાનદાતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું liver transplant operation થયું

  • સુરતમાં પ્રથમ લિવર ટ્રાન્સપ્લાન્ટની ઘટના બની હતી
  • વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ગોવિંદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું
  • 9 કલાકના ઓપરેશન બાદ ગોવિંદભાઈના શરીરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું

સુરત : બે દિવસ પહેલા કતારગામની કિરણ હોસ્પિટલમાં આશરે 9 કલાકના ઓપરેશન બાદ ગોવિંદભાઈના શરીરમાં ((Govind Dholakia) )લિવર ટ્રાન્સપ્લાન્ટ (liver transplant) કરાયું હતું. બે મહિના પહેલા તેમને કમળો થયો ત્યારથી લિવર વધુ બગડ્યું હતું. ગોવિંદભાઇ દેશના અગ્રણી હીરાના ઉદ્યોગપતિ છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. અગાઉ હર્નિયાના ઓપરેશન વખતે લિવર ખરાબ હોવાનું નિદાન થયું હતું. ગોવિંદભાઈ ગુજરાતમાં રામમંદિર નિર્માણ નિધિના અધ્યક્ષ છે અને તેમણે રામમંદિર માટે રૂ. 11 કરોડનું દાન કર્યું હતું.

ગોવિંદભાઈ ધોળકિયાને લિવર આપવાનું નક્કી કરાતા સુરતમાં કરાઇ સર્જરી

30 સપ્ટેમ્બરે ધરમપુર ચોકડી પાસે અકસ્માતમાં યોગશિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરો દ્વારા શિક્ષિકાને બ્રેઈનડેડ જાહેર કરાયાં હતાં. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કાઉન્સેલિંગ બાદ પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આમાંથી લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી કરાતા સુરતમાં તેમના પર સર્જરી કરાઈ હતી. 2 હજારથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ (liver transplant) સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો. રવિ મોહન્કાએ તેમનું ઓપરેશન કર્યું હતું.

ગોવિંદભાઈને વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
આ પણ વાંચોઃ સુરતમાં 46 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું

ABOUT THE AUTHOR

...view details