- ડાયમન્ડ કિંગ સવજી ધોળકિયા દ્વારા કરવામાં આવી જાહેરાત
- ભારતીય મહિલા હોકી ટીમ જો મેડલ જીતશે તો આપશે ઇનામ
- મહિલાઓ ને પ્રોત્સાહન આપવા માટે કરી છે આ જાહેરાત
સુરત : ડાયમંડ કિંગ સવજી ધોળકિયાને લોકો દિલદાર તરીકે પણ ઓળખે છે. કોરોનાકાળના બે વર્ષને બાદ કરવામાં આવે તો તેઓ દર વર્ષે પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં ઘર, નવી કાર, અથવા તો ઘરેણાં ભેટમાં આપતા હોય છે. લોકોને ખબર પણ નહોતી કે જે ડાયમંડ કિંગ ને લોકો હીરાના પારખુ સમજે છે તેઓ રમત જગત માં પણ ખૂબ જ રસ ધરાવે છે. આજ કારણ છે કે તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી એક ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે. હાલમાં મહિલા હોકી ટીમેં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે જે દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. જેને બિરદાવતા ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ મહિલા હોકી ટીમના ખેલાડીઓ માટે ખાસ જાહેરાત કરી છે.
ટ્વિટર એકાઉન્ટ પર કરી જાહેરાત
તેઓએ પોતાના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે અમે ખૂબ આનંદ સાથે જાહેરાત કરીએ છે કે દેશ માટે મહિલા હોકી ટીમ ઓલ્પમ્પિક મેડલ લાવશે તો એચ.કે ગ્રુપ મહિલા હોકી ખેલાડીઓને 11લાખ રૂપિયાનું મકાન અથવા તો નવી કાર ભેટ સ્વરૂપે આપશે. દેશની દીકરીઓએ જે જુસ્સો બતાવી ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. પ્રથમવાર ઓલમ્પિક મહિલા હોકી પ્રતિયોગિતાની સેમિફાઇનલ સુધી પહોંચ્યા છે એ પણ ઑસ્ટ્રેલિયાને હરાવીને. અમે મહિલા હોકી ખેલાડીઓને જણાવવા માંગીએ છે કે દેશના 130 કરોડ ભારતીયો મહિલા ટીમની સાથે છે. અમારા તરફથી મહિલા હોકીના ખેલાડીઓ માટે આ એક નાનકડો પ્રયાસ છે. જેના દ્વારા અમે ખેલાડીઓના આત્મવિશ્વાસને વધારી શકીએ જેથી તેઓ રાષ્ટ્રનું ગૌરવ વધારે.