- ભટાર વિસ્તારમાં ધોબીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર
- પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
- મૃત્યુનું કારણ અકબંધ
- ઈસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા
સુરત: ભટાર વિસ્તારમાં ધોબીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર - news of surat
સુરતના ભટાર વિસ્તારમાં ધોબીની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધોબીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. જો કે ધોબીનું મોત ક્યાં કારણોસર થયું છે તે પીએમ રીપોર્ટ બાદ જ બહાર આવશે. પરંતુ ધોબીનો મૃતદેહ અડધી સળગેલી હાલતમાં મળી આવતા ઈસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે.
સુરત : ભટાર વિસ્તારમાં ધોબીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધોબીની લાશને પીએમ અર્થે ખસેડી હતી જો કે ધોબીનું મોત ક્યાં કારણોસર થયું છે તે પીએમ રીપોર્ટ બાદ જ બહાર આવશે પરંતુ ધોબીની લાશ અડધી સળગેલી હાલતમાં મળી આવતા ઈસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે.
છેલ્લા 20 વર્ષથી ધોબીનું કામ કરતા હતા
મૂળ યુપીનો રહેવાસી અને હાલ ભટાર વિસ્તારમાં આવેલા અંબાનગરમાં દુકાનમાં ૪૦ વર્ષીય શિવકુમાર બદ્રીનાથ કનોજીયા રહેતો હતો. શિવકુમાર ધોબીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મંગળવારની રાત્રે અંદરથી લોક કરીને દુકાનમાં હતા. દરમિયાન સવારે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. મૃતક શિવકુમાર મૂળ યુપીનો રહેવાસી હતો. તેના બે પુત્ર, એક પુત્રી અને પત્ની વતનમાં છે. શિવકુમાર આ દુકાનમાં છેલ્લા 20 વર્ષથી રહી ધોબીનું કામ કરતા હતા.
ઈસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા
મંગળવારની રાત્રે દુકાનને લોક કરીને અંદર કામ કરતો હશે. રાત્રે કામ કરતા કરંટ લાગ્યા બાદ ઈસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે. દુકાનમાં રહેલા કપડાં પણ સળગી ગયા છે. શિવકુમાર છાતી અને બંને હાથે સળગી ગયા હતા. જો કે હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે. પરંતુ આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.