ગુજરાત

gujarat

ETV Bharat / city

Bullet Train Project : ટ્રેક નિર્માણ માટે બે જાપાની કંપનીઓ સાથે MOU, ટૂંક સમયમાં નિર્માણ શરૂ થશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017 ના સપ્ટેમ્બર માસમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો ( Bullet Train Project ) શિલાન્યાસ કરાયો હતો. અનેક અડચણો બાદ ગુજરાતમાં આ પ્રોજેક્ટની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. હાલમાં જ હાઈ સ્પીડ રેલવે ટ્રેકની ડિઝાઇન અને તાલીમ સહિત પ્રમાણ માટે તાજેતરમાં જ જાપાની કંપનીઓ સાથે બે એમઓયુ થયા છે. ટૂંક સમયમાં ટ્રેકની કામગીરી ગુજરાતમાં જાપાની કંપનીને સોંપવામાં આવશે.

Bullet Train Project : ટ્રેક નિર્માણ માટે બે જાપાની કંપનીઓ સાથે MOU, ટૂંક સમયમાં નિર્માણ શરૂ થશે
Bullet Train Project : ટ્રેક નિર્માણ માટે બે જાપાની કંપનીઓ સાથે MOU, ટૂંક સમયમાં નિર્માણ શરૂ થશે

By

Published : Jul 8, 2021, 8:12 PM IST

  • ટ્રેકની કામગીરી ગુજરાતમાં જાપાની કંપનીને સોંપવામાં આવશે
  • Bullet Train Project માટેતાજેતરમાં જ જાપાની કંપનીઓ સાથે બે એમઓયુ થયા છે
  • સાત નવા સૂચિત એચ.એસ.આર કોરિડોર માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરી રહ્યાં છે


    સુરત : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક બુલેટ ટ્રેનનું ( Bullet Train Project)નિર્માણકાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની પ્રક્રિયા જોકે હાલ ચાલી રહી છે . સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ ( 508 કિમી વાયડકટ માંથી 325 કિમી, 5 સ્ટેશન અને 1 ડેપો) અપાયા છે અને આ વિભાગોમાં બાંધકામ ચાલુ પણ છે. વડોદરામાં ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેક સાથે પહેલેથી જ પૂર્ણ થઈ ગઇ છે. બીજી બાજુ સાબરમતીમાં મલ્ટી મોડલ હબનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. જે મુસાફરોને ફક્ત એચએસઆર જ નહીં, પણ પરિવહનમાં અન્ય રીતો દ્વારા પણ સેવા આપશે.
    વડોદરામાં ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેક સાથે પહેલેથી જ પૂર્ણ થઈ ગઇ છે




2023 લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટેની કવાયત

Bullet Train Projectનાહાઈ સ્પીડ રેલવે ટ્રેકની ડિઝાઇન અને તાલીમ સહિત પ્રમાણ માટે તાજેતરમાં જ જાપાની કંપનીઓ સાથે બે એમઓયુ થયા છે. ટ્રેક નિર્માણ સાથે સંકળાયેલા તમામ કાર્યો ટૂંક સમયમાં ફાળવવામાં આવશે.એન.એચ.એસ.આર.સી.એલ સાત નવા સૂચિત એચ.એસ.આર કોરિડોર માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરી રહ્યાં છે. જે 2022 સુધીમાં તબક્કાવાર રીતે સરકારને સુપરત કરવામાં આવે છે..વર્ષ 2023 લોકસભાની ચૂંટણી પહેલા આ ( Bullet Train Project)પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટેની કવાયત હાથ ધરાઇ છે. જોકે હજુ પણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને અડચણોનો ઉભી છે.

ABOUT THE AUTHOR

...view details