સુરતશહેરભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે દેશના અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બૂલેટ ટ્રેનના જાપાની અધિકારીઓ ગણેશોત્સવના રંગમાં રંગાતા જોવા મળ્યા હતા. અહીં ગણેશોત્સવ દરમિયાન તેમણે ગણેશજી સામે શિશ ઝૂકાવ્યું હતું.
જાપાની પરંપરાગત નૃત્ય કર્યું આ સાથે જ બૂલેટ ટ્રેનના અધિકારીઓએ જાપાની લોકગીત પર પરંપરાગત નૃત્ય કરતા (japanese traditional dance) જોવા મળ્યા હતા. એટલું જ નહીં, અધિકારીઓ અને એન્જિનિયર્સે ગણેશજીની આરતી પણ કરી હતી. આ તમામ અધિકારીઓ છેલ્લા 2 વર્ષથી સુરતમાં પ્રોજેક્ટ (bullet train project gujarat) હેઠળ રહી રહ્યા છે અને ભારતના ગણેશ ઉત્સવના રંગમાં રંગાઈ ગયા છે.
ગણપતિ મહોત્સવમાં આરતી કરવાની તક મળી 2 વર્ષથી અધિકારીઓ છે સુરતમાં ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા વર્ષોથી ચાલી (india japan friendship) આવી છે. એટલું જ નહીં, એકબીજા દેશના સાંસ્કૃતિક અને સામાજિક રીતે તેઓ એકબીજાને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે આ વચ્ચે દેશમાં ચાલી રહેલા બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ (bullet train project gujarat) અંતર્ગત ગુજરાતના સુરત શહેરમાં આવેલા જાપાનના અધિકારી અને એન્જિનિયર્સ પણ સુરત આવીને જાણે સુરતી થઈ ગયા છે. જાપાનથી આવેલા હીરોમાએ કહ્યું હતું કે, અમે છેલ્લા બે વર્ષથી બુલેટ ટ્રેન ના કામ માટે સુરતમાં રોકાયા છે.
ગણપતિ મહોત્સવમાં આરતી કરવાની તક મળીભારત અને જાપાન વચ્ચે બિઝનેસ ઘણા વર્ષોથી (india japan friendship) ચાલે છે, પરંતુ અહીં 2 વર્ષમાં અમે સુરતને ખૂબ જ નજીકથી જોયું છે અને તેની સંસ્કૃતિ (gujarat culture) પણ અમને ખૂબ જ ગમી છે. ભારતની સંસ્કૃતિ ખૂબ (indian culture and tradition) જ અલગ છે અને ખૂબ જ સારી છે. આજે અમને આ ગણપતિ મહોત્સવમાં (Ganesh Festival in Surat,) આરતી કરવાની તક મળી છે.
અહીંના લોકો આપે છે સન્માન તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી રહીએ છીએ. અહીંના લોકો અમને ખૂબ જ માનસન્માન પણ આપે છે. આજે અમે અહીં અમારી જાપાનનુ લોકનૃત્ય"તાનકી બુશી "પર નૃત્ય (japanese traditional danc ) કર્યું હતું, જે અહીંના લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. અમારી અને ભારતીય સંસ્કૃતિમાં (indian culture and tradition) ઘણી સામ્યતાઓ પણ છે. અમને ખુશી છે કે, અમે અહીંના એક તહેવારને માણી શક્યા છીએ.