- સુરતમાં ફરી પાછી ગેંગસ્ટરો દ્વારા રાણી તળાવના બિલ્ડર પાસે ખંડણી માંગી
- બિલ્ડરે ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો
- પોલીસે બાપ્તિ શેખ અને અનસ સફી રંગરેજ તથા અનસ મીંડીની ધરપકડ
સુરત : શહેરના લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના રાણીતળાવ ખાટકીવાડના મોહમ્મદ મુસ્તફા પેલેસમાં રહેતા મોહંમદ આરીફ સાબિર કુરેશીએ વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકા માંથી મંજૂરી મેળવી સૈયદપુરામાં 6 માળની બિલ્ડીંગનું બાંધકામ શરૂ કર્યું હતું. સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે મનહર કોંપ્લેક્સમાં રહેતા સૈયદ સજાઉદીન સજજુબાપુ , આસિફ બાપ્ટી અને નાનપુરાના ખંડેરાવપુરામાં રહેતા અનસ સફી રંગરેજ મોહંમદ આરીફ સાબિર કુરેશીના બાંધકામ વિરુદ્ધ ફરિયાદો કરાવીને 45 લાખની માંગણી કરી હતી.
જેલમાંથી છૂટીયા બાદ ફરી ખંડણી માંગી
આરીફભાઇએ પૈસા ન આપતા તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.આ અંગે આરીફભાઇએ લાલગેટ પોલીસે સ્ટૅશનમાં ફરિયાદ નોધવી હતી.ત્યારે જ લાલગેટ પોલીસે દ્વારા આસીફ બાપ્ટી અને અનસ સફી રંગરેજઅનસ મીંડીની ધરપકડ કરી હતી.જયારે સૈયદ સજાઉદીન સજજુબાપુ હજી સુધી પોલીસના પકડથી દૂર છે.જેલમાંથી છુટીયા બાદ આસીફ બાપ્ટી અને અનસ સફી રંગરેજ તેનો મિત્ર અનસ મીંડીએ ફરીથી આરીફ કુરેશી પાસે ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું.અંતે આરીફ કુરેશીને આ લોકોનો કોઈ ડર નથી તેમ આસીફ બાપ્ટીને સમજાયું તો તેણે ચકલા બજારના આઝાદ મંઝીલમાં રહેતા રીઝવાન આઝાદે આરીફ કુરેશીને છેલ્લા 10 દિવસથી ફોન કરી તેમજ રૂબરૂ મળી ધમકી આપવા માંડ્યો હતો.