ગુજરાત

gujarat

ETV Bharat / city

સિંગાપોર,મલેશિયા, ઈરાક અને થાઈલેન્ડના લોકોને પસંદ છે સુરતની રો સુગર - gujarat news live

સુરત જિલ્લાની સાયણ સહિતની અન્ય સુગર મિલોએ બ્રાઉન સુગર (રો સુગર)નું ઉત્પાદન શરૂ કર્યું છે. વિદેશમાં ભારે માંગના કારણે સુરત જિલ્લાની મિલો દ્વારા ઉત્પાદન શરૂ કરાયું છે. ઉત્પાદન ખર્ચ ઓછો થવાથી સભાસદોને સીધો ફાયદો થશે. ઉપરાંત બેન્ક ઓવરડ્રાફ્ટના વ્યાજમાં પણ બચત થશે.

સિંગાપોર,મલેશિયા, ઈરાક અને થાઈલેન્ડના લોકોને પસંદ છે સુરતની રો સુગર
સિંગાપોર,મલેશિયા, ઈરાક અને થાઈલેન્ડના લોકોને પસંદ છે સુરતની રો સુગર

By

Published : Mar 31, 2021, 4:57 PM IST

  • રો સુગર સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ સામાન્ય ખાંડ કરતા વધુ ગુણકારી
  • એક્શિમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દક્ષીણ ગુજરાતની સુગર મિલોનો સંપર્ક કરાયો
  • સુગર મિલોએ વિદેશમાં રો સુગરની માંગને પહોંચી વળવા ઉત્પાદન શરૂ કર્યું

આ પણ વાંચોઃ ચલથાણ સુગર ફેક્ટરીમાંથી ઉડતા બગાસનો મહિલાઓએ કર્યો વિરોધ

સુરતઃદક્ષિણ ગુજરાતમાં 8થી વધુ સહકારી સુગર મિલો આવેલી છે અને ખાંડનું મોટાપાયે ઉત્પાદન આ સુગર મિલોમાં થાય છે. આ વર્ષે વિદેશમાં રો સુગરની માંગને લઇને સાયણ, મઢી તેમજ ચલથાણ સુગર મિલે રો સુગરનું ઉત્પાદન શરૂ કર્યું છે. વિદેશની વાત કરીએ તો સિંગાપોર, મલેશિયા, ઈરાક અને થાઈલેન્ડમાં આ બ્રાઉન સુગરની ભારે માંગ છે.

એક્શિમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દક્ષીણ ગુજરાતની સુગર મિલોનો સંપર્ક કરાયો

રો સુગર અને સામાન્ય સુગરના ઉત્પાદનથી સુગર મિલોને અનેક ફાયદાઓ થયા

એક્શિમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દક્ષીણ ગુજરાતની સુગર મિલોનો સંપર્ક કરવામાં આવ્યો અને વિદેશોમાં ખાંડની માંગને પહોચી વળવા સુગર મિલોને બ્રાઉન સુગર (રો સુગર)નું ઉત્પાદન કરવાનું પ્રપોઝલ મુકવામાં આવ્યું હતું. સુગર મિલના સંચાલકોએ પોતાની એક્સપર્ટ ટીમ સાથે ઉત્પાદન બાબતે ચર્ચા કરી આખરે રો સુગર ઉત્પાદન કરવાનું મન મનાવ્યું હતું. હવે આ રો સુગર અને સામાન્ય સુગરના ઉત્પાદનથી સુગર મિલોને અનેક ફાયદાઓ થઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ સમયસર શેરડીની કાપણી નહીં થતાં મઢી સુગર ફેક્ટરીની સામાન્ય સભામાં ભારે હોબાળો

ગુણવત્તામાં પણ ખુબ મોટો ફરક

બ્રાઉન સુગર એટલે કે રો સુગર અને અને સામાન્ય સુગર મિલો જે ખાંડનું ઉત્પાદન કરે છે એ બન્ને વચ્ચે માત્ર કલર નહીં પરંતુ ગુણવત્તામાં પણ ખુબ મોટો ફરક હોઈ છે. ઉપરાંત આ બ્રાઉન સુગર એટલે કે રો સુગર સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ સામાન્ય ખાંડ કરતા વધુ ગુણકારી છે.

ABOUT THE AUTHOR

...view details