ગુજરાત

gujarat

ETV Bharat / city

Bribery Incident In Surat: 3 હજાર રૂપિયાની લાંચ લેતા શખ્સની પુણા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી ACBએ કરી ધરપકડ

સુરત ACB ટીમે પુણા પોલીસ સ્ટેશન (surat puna police station) કમ્પાઉન્ડમાંથી એક ખાનગી વ્યક્તિને 3,000 રૂપિયાની લાંચ (bribery case in surat) લેતા ઝડપી પાડ્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી બાઇક અને મોબાઇલ છોડાવવા માટે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા તૈયાર નહોતો, તેથી તેણે 3,000 રૂપિયા આપવાની તૈયારી દર્શાવી ACB (surat acb team)ને આ મામલે જાણ કરી હતી. ત્યારબાદ ACBએ વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી.

Bribery Incident In Surat: 3 હજાર રૂપિયાની લાંચ લેતા શખ્સની પુણા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી ACBએ કરી ધરપકડ
Bribery Incident In Surat: 3 હજાર રૂપિયાની લાંચ લેતા શખ્સની પુણા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી ACBએ કરી ધરપકડ

By

Published : Dec 18, 2021, 8:34 PM IST

સુરત: સુરત ACBએ એક ખાનગી વ્યક્તિને પોલીસ સ્ટેશનમાંથી બાઈક અને મોબાઈલ છોડાવવા માટે પુણા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ (puna police station compound)માં જ 3,000 રૂપિયાનીલાંચ (bribery case in surat) લેતા ઝડપી પડ્યો છે.

પુણા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી ધરપકડ કરી

બાઈક અને મોબાઈલ છોડાવવા માટે 10,000 રૂપિયાની માંગણી (Bribery Incident In Surat) કરવામાં આવી હતી. સુરત ACB ટીમે (surat acb team) આજ રોજ શહેરના પુણા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ (bribery surat puna police station)માંથી એક ખાનગી વ્યક્તિને 3,000 રૂપિયાની લાંચ (Bribery case in Gujarat) લેતા ઝડપી પડ્યો હતો. ફરિયાદી ટુ વ્હીલર તથા મોબાઇલ ફોન છોડાવવા માટે પુણા પોલીસ સ્ટેશન ગયેલા તે વખતે પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક હાર્દિકભાઇ જેરામભાઈએ તેઓને વકીલ લઇને આવવાનું કહ્યું હતું.

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા નહોતા

ફરિયાદીએ વકીલને સંપર્ક કરતા વકીલ જે ખાનગી વ્યક્તિ છે તેણે લોકરક્ષક હાર્દિકભાઇ જેરામભાઈના નામે બાઈક અને મોબાઈલ છોડાવવા માટે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ અંતે 3,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા નહોતા. ફરિયાદીએ ACBનો સંપર્ક કરીને તમામ હક્કીકતો જણાવી હતી.

ACBની ટીમે વૉચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો

ACB ટીમે આજ રોજ વૉચ ગોઠવી ખાનગી વ્યક્તિ મનોજ તિવારીને 3,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પડ્યો હતો. આરોપીને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Pre Vibrant Summit in Anand: સુરત APMCની પહેલ ખેડુતો માટે મુલ્યવર્ધન શૃંખલાની શરૂઆત

આ પણ વાંચો: National Powerlifting Competition: સુરત પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન

ABOUT THE AUTHOR

...view details