સુરત: શહેરના સચીન GIDC વિસ્તારમાં આવેલા રાજકમલ ચાર રસ્તા પાસે પ્લોટ નંબર 362ની રોડની બાજુએ કેમિકલ ભરેલી ટેન્કર લીક થતાં જ 10- 12 મીટર દૂર મજુરો સુતા હતા. કેમિકલ ભરેલી ગેસ લીક (Chemical Tanker Leak Sachin GIDC) થતાં સૂતેલા મજૂરોને ગુંગળામણ થતા પાંચ મજૂરોનું મોત (6 Labour died Sachin GIDC) થયા હતા. તે ઉપરાંત અન્ય 20 મજૂરો પણ ગૂંગળાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અન્ય કારીગરોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) મોકલવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ટેન્કર પાસે લગભગ પંદર- વીસ લોકો જમીન પર પડ્યા હતા: કર્મચારી
આ મામલે વિશ્વ પ્રેમ મિલમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા યુવકે જણાવ્યું હતું કે, કેમિકલ ટેન્કરમાં આગ લાગવાને કારણે ધુમાડો નીકળી રહ્યો હતો, જે બાદ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. અમે જઈને જોયું તો તેમાંથી 3 અમારા લોકો હતા. અમે બહાર જઈને જોયું તો ગેટની બહાર કોઈ કેમિકલ પડેલું હતું, જેમાં આગ લાગી હતી અને ટેન્કર પાસે લગભગ પંદર- વીસ લોકો જમીન પર પડ્યા હતા.