સુરતઃ જિલ્લામાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જોકે સરકાર દ્વારા બનાવવામાં આવેલ કોરોના ગાઈડલાઈનનું (Breach Of Corona Guideline in Sayan) સરેઆમ સાયણ ખાતે સત્યાનાશ નીકળ્યું હોય એવા દ્રશ્યો (Surat Covid19 Update 2022) સામે આવ્યાં હતાં.
મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યાં પણ પોલીસને દેખાયું નહીં સસ્તી કિંમતોને લઇને બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યાં
સાયણમાં ગુરુવારના રોજ ગુરુવારી હાટ બજાર ભરાઈ હતી. હાટ બજારમાં ચીજવસ્તુઓ અન્ય માર્કેટ કરતા સસ્તી મળતું હોવાથી બહોળી સંખ્યામાં લોકો હટાણું કરવા પહોંચી ગયા હતાં અને કોરોના સંક્રમણને ખુલ્લું આમંત્રણ આપ્યું (Breach Of Corona Guideline in Sayan) હોય તેવું લાગ્યું હતું.
આ પણ વાંચોઃ Reality Check for Covid Guideline : આણંદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે તંત્રની ઉદાસીનતા સામે આવી
પોલીસની કામગીરી શંકાના દાયરામાં
આમ તો પોલીસને કોઈ ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેમાં કોરોના ગાઈડલાઈનોનો ભંગ થાય તો તરત કાર્યવાહી કરવા પહોંચી જતી હોય છે. ત્યારે સાયણમાં ગુરુવારી હાટ બજાર ભરાઇ અને આટલા લોકો એકઠા (Breach Of Corona Guideline in Sayan) થયાંના આ દ્રશ્યો પોલીસના નજરે ન ચડ્યાં હોય એ વાત પચે એવી નથી. પોલીસે (Surat Covid19 Update 2022) આંખ આડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ Violation of Covid guideline in Bhavnagar : સરકારી કચેરીઓમાં માસ્કના નિયમ કાને ટીંગાડવા જેટલા,પ્રજાને દંડ તો આમનું શું ?