સુરત નવલી નવરાત્રીના રંગમાં આખું ગુજરાત ( Navratri 2022 Surat ) રંગાઈ ગયું છે ત્યારે ગરબાના તાલે ઝૂમતા વિદેશીઓ પણ નજરે આવી રહ્યા છે. સુરતના કોસંબા વિસ્તારમાં ગરબા ખેલતી બ્રાઝિલિયન વિદ્યાર્થિની ( Brazilian student playing garba ) જોવા મળી હતી.
ચણીયાચોળી પહેરી ગરબે ઘૂમતી બ્રાઝિલની યુવતી, ગરબા કરતા જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે - સુરતમાં નવરાત્રી
સુરતમાં નવરાત્રી ( Navratri 2022 Surat ) પૂર્ણ કળાએ ખીલેલી જોવા મળે છે. ત્યારે રોટરી યુથ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ ભણવા આવેલી વિદ્યાર્થિની ગરબે ઘુમતી (( Brazilian student playing garba ) ) જોવા મળી હતી. બ્રાઝિલિયન વિદ્યાર્થિની ચણીયાચોળીમાં ગરબા ( Brazilian Student Chaniyacholi Garba ) કરતાં જોઇ દર્શકો દંગ રહી ગયાં હતાં.
![ચણીયાચોળી પહેરી ગરબે ઘૂમતી બ્રાઝિલની યુવતી, ગરબા કરતા જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે ચણીયાચોળી પહેરી ગરબે ઘૂમતી બ્રાઝિલની યુવતી, ગરબા કરતા જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16525992-thumbnail-3x2-sur.jpg)
લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયાબ્રાઝિલથી ભણવા માટે આવેલી જીઓવાના સુઝિન પણ ગરબાના સ્ટેપ કરતી જોવા મળી હતી. જીઓવાના સુઝિનને ગરબા કરતા જોનાર લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. કારણ કે બ્રાઝિલિયન વિદ્યાર્થિની ચણીયાચોળીમાં ગરબા ( Brazilian Student Chaniyacholi Garba) કરી રહી હતી.
ગુજરાતની સંસ્કૃતિ જાણવા પ્રયાસ ચણીયાચોળી પહેરીને જે રીતે તે ગરબા કરી રહી હતી તે જોઈને કોઈ પણ કહી શકે નહીં કે તે બ્રાઝિલની રહેવાસી છે અને થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં ભણવા માટે આવી છે. રોટરી યુથ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ તે સુરતના કોસંબા વિસ્તારમાં રહે છે અને તે ગુજરાતની સંસ્કૃતિ ( Gujarati Culture ) અને નવરાત્રી પર્વથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ છે.