- નાણાં પ્રધાન નિતિન પટેલને કરવામાં આવી રજૂઆત
- કોરોનાને કારણે GST પત્રકો ભરવામાં આવી રહી છે મુશ્કેલી
- લોકડાઉનને કારણે વેપાર-ધંધા પર પડી રહી છે અસર
સુરત: બારડોલીમાં GST પત્રકો ભરવાની મુદતમાં વધારો કરવાની માગ સાથે રાજ્યના નાણાં પ્રધાન નીતિન પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ કોરોના સંક્રમણની સ્થિતિને કારણે અલગ-અલગ વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉન હોવા ઉપરાંત કેટલાક વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટિશનર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હોય હાલ પૂરતી મુદત લંબાવી આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 154 બેડના કોવિડ કેર સેન્ટરનો થયો પ્રારંભ
GST રિટર્ન ભરવામાં આવી રહી છે મુશ્કેલી
સુરત જિલ્લા સહિત બારડોલીમાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેની અસર વેપાર-ધંધા પર પણ જોવા મળી રહી છે. બારડોલી વિસ્તારમાં ગઈ 13મી એપ્રિલથી 18મી એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉનને કારણે મોટા ભાગના વેપાર-ધંધા બંધ રહ્યા હતા અને આગામી 30મી એપ્રિલ સુધી વિકેન્ડ લોકડાઉન પણ લાગું કરવામાં આવ્યું છે. આ બધી સ્થિતિ વચ્ચે વેપારીઓની GST રિટર્ન ભરવા સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે.