- સુરતમાં સાતમી વખત કરાયું હદ વિસ્તરણ
- કોંગ્રેસ માટે હદ વિસ્તરણ બનશે માથાનો દુઃખાવો!
- વર્ષ 1970માં સૌથી પહેલા સુરતમાં થયું હતું હદ વિસ્તરણ
સુરતઃ એક વોર્ડમાં 1 લાખ 54 હજારની સરેરાશ વસ્તીના ધોરણો રાખી નવું વોર્ડ સિમાંકન કરાયું હતું. જેમાં માત્ર બે વોર્ડમાં 1.40 લાખથી ઓછી વસ્તી છે. જો કે, આ વોર્ડ સિમાંકન સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વોર્ડના મોટા વિસ્તાર અને વસ્તી તેમ જ અમુક વોર્ડમાં હદના ધારા-ધોરણો જેવા કે, નદી, રેલવે ટ્રેક, ધોરી રસ્તાઓના નિયમોનું પાલન નહીં થયું હોવાના, ઘણા વોર્ડમાં કોંગ્રેસની વોટબેન્ક અસ્તવ્યસ્ત કરી દેવા માટે જાણી જોઈને અવ્યવહારું ભાંગ તોડ કરી હોવાના આક્ષેપો થયા હતા. તેમ જ આ વોર્ડ સિમાંકનમાં નવા ફેરફારો સાથે વાંધા સૂચનો ચૂંટણી પંચને મોકલાયા હતા. જો કે, આ તમામ રાજકીય વાંધાઓ ચૂંટણી પંચે ફગાવી દીધા છે. જેથી હવે કોંગ્રેસ માટે મનપાની ચૂંટણી મોટો પડકાર બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, જ્યારે જુદા જુદા વોર્ડમાં ફાળવાયેલી અનામત બેઠકોની જોગવાઇઓમાં આંશિક ફેરફાર કરાયા છે.
પ્રાથમિક જાહેરનામામાં અનામતની સ્થિતિ
વોર્ડ નંબર-1 (જહાંગીરપૂરા-વરિયાવ-છાપરાભાઠા-કોસાડ)- પહેલી સ્ત્રી અનામત સામાન્ય હતી. તે હવે સ્ત્રી પછાત વર્ગ અનામત કરી દેવાઈ છે.
વોર્ડ નંબર-3 (વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા) - પહેલી બેઠક સ્ત્રી પછાત વર્ગ હતી. તે સ્ત્રી સામાન્ય કરી દેવાઈ છે. જ્યારે ત્રીજી બેઠક પુરુષ સામાન્ય હતી તે હતી. તે પછાત વર્ગની કરી દેવાઈ છે.
વોર્ડ નંબર-4 (કાપોદ્રા) પહેલી બેઠક સ્ત્રી પછાત વર્ગની હતી. તે સ્ત્રી સામાન્ય કરી દેવાઈ છે. જ્યારે ત્રીજી બેઠક પુરુષ સામાન્ય હતી. તે પછાત વર્ગની કરી દેવાઈ છે.
વોર્ડ નંબર-14 (ઉમરવાડા-માતાવાડી) પહેલી બેઠક સ્ત્રી સામાન્ય હતી. તે પછાત વર્ગ કરી દેવાઈ છે. જ્યારે ત્રીજી બેઠક પછાત વર્ગની હતી, તે સામાન્ય કરી દેવાઈ છે.
વોર્ડ નંબર-16 પૂણા (પશ્વિમ) પહેલી બેઠક સ્ત્રી પછાત વર્ગની હતી, તે સામાન્ય કરી દેવાઈ છે.
વોર્ડ નંબર-18 (લિંબાયત-પરવટ-કુંભારિયા) પહેલી બેઠક પછાત વર્ગ હતી, તે સામાન્ય અને ત્રીજી બેઠક સામાન્ય હતી. તે પછાત વર્ગ કરી દેવાઈ છે.
વોર્ડ નંબર-23 (બમરોલી-ઉધના (ઉત્તર) પહેલી બેઠક સામાન્ય હતી, જે નવા જાહેરનામામાં પછાત વર્ગની કરી દેવાઈ છે.
વોર્ડ ત્રીજી બેઠક પછાત વર્ગની હતી, તે સામાન્ય કરી દેવાઈ છે.
વોર્ડ નંબર-24 (ઉધના-દક્ષિણ) પહેલી બેઠક પછાત વર્ગની હતી. તે સામાન્ય અને ત્રીજી બેઠક સામાન્ય હતી, તે પછાત વર્ગની કરી દેવાઈ છે.