ગુજરાત

gujarat

ETV Bharat / city

કારમાંથી મળ્યો શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મૃતદેહ - શેર બજાર

સુરત : શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મૃતદેહ કારની અંદર થી મળી આવ્યો હતો.કારની અંદર જ કાર્બન મોનોક્સાઈડની બોટલથી આપઘાત કર્યો હતો.કાર્બને મોનોક્સાઈડની બે બોટલ મળી આવી છે સાથે ડોન્ટ ટચ મી કોલ પોલીસ લખીને આપઘાત કરી લીધો હતો. ત્રણ દિવસથી ગાયબ હતો.જોકે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

sucide
sucide

By

Published : Jan 2, 2021, 9:06 PM IST

Updated : Jan 2, 2021, 9:18 PM IST

  • શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મૃદેહ મળ્યો
  • કારમાંથી મૃતદેહ સાથે મળી કાર્બન મોનોક્સાઇડની બે બોટલ
  • આત્મહત્યા કરી હોવાની આશંકા

સુરત : શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. કારની અંદર કાર્બન મોનોક્સાઈડ વડે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ સાથે ડોન્ટ ટચ મી કોલ પોલીસ લખ્યું હતું. આ વેપારી ત્રણ દિવસથી ગાયબ હતો. જોકે, સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

મૃતદેહ સાથે કાર્બન મોનોક્સાઈડની બે બોટલ પણ મળી આવી

શેરબજારનો વ્યવસાયી યુવાન વેપારી ત્રણ દિવસથી ગુમ હતો. જે બાદ અલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસેથી બંધ કારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 37 વર્ષીય સંદીપ બજરંગ દાલમિયા આશિર્વાદ કોમ્પ્લેક્ષ અલથાણ ખાતે રહેતો હતો. કારમાંથી મૃતદેહ સાથે કાર્બન મોનોક્સાઈડની બે બોટલ પણ મળી આવી હતી. જેથી વેપારીએ કાર્બન મોનોક્સાઈડ લઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે.

એક લાઈનની સુસાઇડ નોટ પણ મળી આવી

ત્રણ દિવસથી ગાયબ સંદીપના મૃતદેહ કારમાંથી મળતા ચકચાર મચી છે. મારી રીતે મરું છું એવી એક લાઈનની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ સાથે લખ્યું હતું કે, ડોન્ટ ટચ મી કોલ પોલીસ... હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે સઘન તપાસ હાથ ધરી છે.

Last Updated : Jan 2, 2021, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details