ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની નવી હોસ્પિટલમાં ઠેર ઠેર મૃતદેહો જોવા મળ્યા - સુરત સિવિલ હોસ્પિટલ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજે સોમવારે સવારે ઠેર ઠેર કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહો જોવા મળી રહ્યા હતા. જોકે આ મૃતદેહો કોના હતા, કેટલા દિવસથી કોવીડમાં હતા એ જાણકારી મળી નથી. સિવિલ હોસ્પિટલ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતુ કે, બોડીને રજિસ્ટ્રેશન માટે અહીં મુકવામાં આવી છે.

સુરતની નવી હોસ્પિટલમાં ઠેર ઠેર મૃતદેહો જોવા મળ્યા
સુરતની નવી હોસ્પિટલમાં ઠેર ઠેર મૃતદેહો જોવા મળ્યા

By

Published : Apr 12, 2021, 3:37 PM IST

  • સુરતમાં કોરોનાનો કહેર યથાવત
  • સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર મૃતદેહો નજરે ચડ્યા
  • 2 બિલ્ડિંગોમાં મૃતદેહોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે

સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલની ફરતે જ્યાં જુઓ ત્યાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની બોડીઓ નજરે પડી રહી છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને તરત અંતિમ સંસ્કાર માટે જરૂરી કાર્યવાહી કરીને સમશાન ઉપર લઇ જવામાં આવે છે પરંતુ અહીં સુરત સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહો નજરે પડી પડી રહ્યા હતા.

2 બિલ્ડિંગોમાં મૃતદેહોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે

આ પણ વાંચોઃ કોરોના નામનો અજગર 42 લોકોને ભરખી ગયો, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ

કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહોનું બે બિલ્ડિંગોમાં રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છેઃ RMO

સુરત નવી સિવિલ હોસ્પિટલના RMO કેતન નૈક દ્વારા એમ જણાવવામાં આવ્યું હતુ કે, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહોનું બે બિલ્ડિંગોમાં રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. એક કોવિડ હોસ્પિટલમાં અને બીજી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ઉપર રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જેમનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થાય છે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી અને તેમે તરત અંતિમ સંસ્કાર માટે સમશાને લઈ જવામાં આવે છે. આ જે બોડીઓ સિવિલમાં ફરી રહી છે તે રજિસ્ટ્રેશન માટે આવી હોય એમ કહી શકાય છે. જો કોઈ પહેલાથી સિવિલ હોસ્પિટલમાં હોય અને તે દરમિયાન જ તેને કોરોના સંક્રમણ થયુ હોય તો તેનું રજિસ્ટ્રેશન અહીં કરાવવાનું હોય છે. રજિસ્ટ્રેશન માટે આ બોડીઓ આવી હોય તેવુ બની શકે.

આ પણ વાંચોઃ સુરતમાં તમામ સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની અંતિમ ક્રિયા શરૂ

ABOUT THE AUTHOR

...view details