સુરત: આમલી ડેમ ખાતે 7 લોકો ડૂબી (Boat Capsized In Amli Dam) જવાની ઘટનામાં વધું 3 મૃતદેહો મળી આવ્યા છે. આમ, અત્રા સુધી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે જ હજૂ એક વ્યક્તિ લાપતા હોવાથી NDRFની ટીમ દ્વારા તેની શોધખોળ શરૂ છે.
મૃતકોના પરિવારને વળતર ચૂકવવાની માંગ
આજ રોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારાઉમરપાડામામલદાર કચેરી મારફતે રાજ્યના મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે, આમલી ડેમમાં હજી સુધી જે મૃતદેહો નથી મળ્યા એ માટે તાત્કાલિક NDRFની ટીમ તેમજ આધુનિક મરજીવાની મદદથી શોધવામાં આવે. મુખ્યપ્રધાન રાહત ફંડ (CM Relief Fund) અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (Disaster Management Act) હેઠળ 4 લાખનું મૃતકોના પરિવારોને વળતર ચૂકવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
આ પણ વાંચો:Suicide Case in Surat : સુરતમાં MBBS ડૉક્ટરનું PG-NEETના મેરીટ લિસ્ટમાં નામ ન આવતા કરી આત્મહત્યા
કઈ રીતે બની હતી ઘટના
દેવગીરી ગામ (Divgiri Village Umarpada)ના વસાવાના ઘરે પશુ હોવાથી તેઓ પશુઓને લાંબો સમય ચાલે એટલો ચારો કાપી સંગ્રહ કરવા પોતાના માતા-પિતા, સંબંધી, 7 શ્રમિક સહિત 10 લોકો નાવડીમાં બેસી ડુંગર પર ઘાસચારો કાપવા જઇ રહ્યા હતા. તે દરમિયાન ડેમની વચ્ચે પહોંચતા જ ભારે પવન આવ્યો હતો અને નાવડી પલટી મારી ગઈ હતી,જેથી 10 જેટલા લોકો પાણીમાં પડી ગયા હતા. 3 જેટલા લોકો તરીને કિનારે પહોંચી ગયા હતા, જ્યારે 7 જેટલા લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં સ્થાનિક ફાયર વિભાગે (Local Fire Department Umarpada) 02 મૃતદેહ શોધી કાઢ્યા હતા. ઘટનાને 2-3 દિવસ વિત્યા છતાં હજી 5 જેટલા મૃતદેહ મળ્યા નથી, જેને લઈને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો:L and T Heavy Engineering Hazira: 1,200 ટન વજનવાળા 2 મોટા ઇથીલીન ઓક્સાઇડ રિએક્ટર્સ વિદેશ રવાના, હજીરામાં કરવામાં આવ્યું નિર્માણ