ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સુરતમાં યોજાશે, 40 હજાર લોકો એકત્ર થશે તેવો દાવો - પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ

આગામી 24 નવેમ્બરના રોજ સુરત (surat) શહેર ભાજપ (bjp)ના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમ (get-together program)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 30થી 40 હજાર લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા રહેલી છે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ (vanita vishram ground)માં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન (chief minister) અને ગૃહપ્રધાન (home minister) પણ ઉપસ્થિત રહેશે.

ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સુરતમાં યોજાશે, 40 હજાર લોકો એકત્ર થશે તેવો દાવો
ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સુરતમાં યોજાશે, 40 હજાર લોકો એકત્ર થશે તેવો દાવો

By

Published : Nov 23, 2021, 4:13 PM IST

  • ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
  • કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન પણ રહેશે ઉપસ્થિત
  • કાર્યક્રમમાં પેજ કમિટીથી લઈને બૂથ કમિટીના સભ્યોને આમંત્રણ

સુરત: આવતી કાલે ભાજપ (bjp)નો સ્નેહમિલન કાર્યક્રમ (get-together program) સુરતમાં યોજાશે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ (vanita vishram ground) ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 30થી 40 હજાર લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા રહેલી છે. તો બીજી તરફ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન (chief minister) તેમજ ગૃહપ્રધાન (home minister) સહિત ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપની તાડામાર તૈયારીઓ

24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત (surat)ના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના અન્ય મહાનગરપાલિકા (municipal corporation)ના સ્નેહ મિલન કરતા સુરત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (surat pradesh president c.r. patil)નું હોમટાઉન હોવાથી આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. નૂતન વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપ દ્વારા તાડામાર તૈયારીઓ થઈ રહી છે. સમગ્ર તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં 30થી 40 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા

સ્નેહ મિલન સમારોહની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ કાર્યકમમાં જમણવાર સુધીની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. સુરત બીજેપીના મહામંત્રી (surat bjp general secretary) કિશોરભાઈ બિંદલે જણાવ્યું હતું કે, સ્નેહ મિલન સમારોહની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતમાં આ 41મો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય થશે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પેજ કમિટીથી લઈને બૂથ કમિટી અને તેના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પુર્ણેશ મોદી, વીનુભાઈ મોરડિયા, તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો અને બીજેપીના કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લાની મોટા ભાગની સ્કૂલોમાં વિધાર્થીઓની જૂજ સંખ્યા, વાલીઓમાં સંમતિ પત્રકનું વિતરણ

આ પણ વાંચો: દમણમાં અક્ષય-જેકલીને રામસેતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે કરી મુલાકાત

ABOUT THE AUTHOR

...view details