સુરતગુજરાતવિધાનસભા ચૂંટણી 2022 પહેલા સુરતની 12 બેઠકોમાંથી એક ઉધના વિધાનસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપના કુલ 1100 જેટલા કાર્યકર્તાઓ આપમાં જોડાયા હોવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનોજ સોરઠીયાની હાજરીમાં તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.
કોંગ્રેસ અને ભાજપમાં મોટું ગાબડું પડ્યુંવિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેરમાં રાજનીતિક ભૂકંપ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં કોંગ્રેસ અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુરતમાં કુલ 12 વિધાનસભા બેઠક છે જેમાંથી ઉધના વિધાનસભા બેઠકમાં આજે 1100 જેટલા કોંગ્રેસ અને ભાજપાના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. ઉધના વિસ્તારમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય અને પાટીદાર મતદાતાઓ છે. જેમને આકર્ષવા માટે હંમેશાં ભાજપ પ્રયત્નશીલ રહી છે. આજે જે પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમાં મોટાભાગે પરપ્રાંતીય અને પાટીદાર કાર્યકર્તાઓ છે.
આ પણ વાંચો Political Clash in Surat : જૂઓ બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી