ગુજરાત

gujarat

ETV Bharat / city

પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું, સી.આર.પાટીલે કહ્યું- 8 બેઠક પર ભવ્ય વિજય બાદ દિવાળીની ઉજવણી

ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. પેટા ચૂંટણી 3 નવેમ્બર 2020ના રોજ યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું કે, તમામ બેઠક પર ભાજપ વિજયી થશે. દિવાળી પહેલા ચૂંટણી આવતા કાર્યકરો ઉત્સાહી છે. તેઓ વિજય બાદ દિવાળીની ઉજવણી કરશે. આ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો પક્ષ પ્રત્યે અવિશ્વાસના કારણે ભાજપમાં જોડાયા હતા. ટિકિટ કોને આપવી તે નિર્ણય હાઈ કમાન્ડ લેશે.

Gujarat By election date announce
સી.આર.પાટીલે કહ્યું- 8 બેઠક પર ભવ્ય વિજય બાદ દિવાળીની ઉજવણી

By

Published : Sep 29, 2020, 3:23 PM IST

સુરત: ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે જણાવ્યું કે, તમામ બેઠકોમાં ભાજપ વિજયી થશે. ભાજપ હંમેશા પેટા ચૂંટણીમાં વિજયી થાય છે. પેટા ચૂંટણીને લઈ કાર્યકર્તાઓ ઉત્સાહી છે. કાર્યકર્તાઓ ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણી આચાર સંહિતાનું સંપૂર્ણ પણે પાલન થશે. આ ઉપરાંત વર્ચ્યુલ મિટિંગ અને પ્રચાર થશે. દિવાળી પહેલા ચૂંટણી આવતા જીત બાદ દિવાળી ઉજવવામાં આવશે.

સી.આર.પાટીલે કહ્યું- 8 બેઠક પર ભવ્ય વિજય બાદ દિવાળીની ઉજવણી
આ 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા. જેથી આ આઠ બેઠકોમાં ચૂંટણીનું આયોજન કરાયું છે. આ બેઠકો પર ફરી કોંગ્રેસના ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી શકે છે કે નહીં આ પ્રશ્ન અંગે સી.આર.પાટીલે જણાવ્યું કે, ધારાસભ્યો પોતાના પક્ષથી વિશ્વાસ ગુમાવી ભાજપમાં જોડાયા છે. કોને ટિકિટ આપવી તેનો નિર્ણય હાઈ કમાન્ડ કરશે.

ABOUT THE AUTHOR

...view details