સુરતગુજરાતમાં સરકારી શાળાઓ (gujarat government school) અને શિક્ષણ મુદ્દે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ભાજપને ઘેરવાનો પ્રયાસ કરતી આવી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (CR Patil) પણ આમ આદમી પાર્ટીને ગુજરાત આવીને ગુજરાતની સરકારી શાળાઓ જોવા માટે આમંત્રણ આપ્યું છે.
સ્માર્ટ શાળા આવીને જૂઓભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતની મુલાકાતે (CR Patil in Surat) હતા. અહીં તેઓ સુરત સાયન્સ સેન્ટર ખાતે (surat science centre) આયોજિત પેઇન્ટિંગ એક્ઝિબિશનના (painting exhibition) ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે આમ આદમી પાર્ટીને ગુજરાત આવીને અહીંની સરકારી શાળાઓ અને ખાસ કરીને સુરતની સ્માર્ટ શાળાઓ (smart school surat) જોવા માટે આમંત્રણ આપ્યું છે.
પેઇન્ટિંગ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે પાટિલે આપ્યું આમંત્રણ AAP પર પાટીલના પ્રહાર પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો પોતે બનાવેલી સ્કૂલો પર અહીં લોકોને ભરમાવવાનું કામ કરે છે. ગુજરાતમાં 40,000 સ્કૂલો છે. અદ્યતન સુવિધા સાથેની સરકારી સ્કૂલ ગુજરાતમાં છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (nagar prathmik shikshan samiti vadodara) સામાન્ય સ્કૂલોમાં પણ સ્માર્ટ બોર્ડથી બાળકો ભણે છે. જ્યારે 21,000 બાળકોને તેમના વાલીઓએ ખાનગી સ્કૂલથી કાઢી સરકારી સ્કૂલમાં (gujarat government school) પ્રવેશ અપાવ્યો છે.
શહેરમાં 7 અલગ અલગ ભાષામાં સ્કૂલોરાજ્યની સ્કૂલો પર પ્રશ્ન ઊભો કરનાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (arvind kejriwal delhi cm) અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં 7 અલગ અલગ ભાષામાં સ્કૂલો છે. સુરત દેશમાં એક માત્ર શહેર છે, જ્યાં 7 અલગ અલગ સ્કૂલો છે. સુરત એક મિની ભારત છે. હું બધાને આમંત્રણ આપું છું કે, અહીંની સ્કૂલો જોવા આવે.