ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉત્તરાયણ પર્વ પર ઇટીવી ભારત સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ખાસ વાતચીત

આજે ઉત્તરાયણ પર્વ છે પતંગ દોરીના પેચ સાથે ધાબા પર પાર્ટી ધૂમ મચાવશે.ત્યારે બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વખતે પક્ષીઓના પતંગની દોરીથી કરૂણ મોતને લઇ પતંગ ન ચગાવવાનો નિર્ણય લીધો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ

By

Published : Jan 14, 2021, 12:25 PM IST

  • કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી શહેરમાં ઉતરાયણની ઉજવણી
  • અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં હોય
  • પક્ષીઓની અવરજવર આકાશમાં ન હોય ત્યારે પતંગ ચગાવો

સુરત :ઉતરાયણ હોય અને પતંગ રસિયાઓ પતંગ થી દૂર રહી શકે નહીં. આજ કારણ છે કે સુરત વાસીઓ ઉતરાયણ પહેલાંથી જ તેની ઉજવણી શરૂ કરી દેતા હોય છે.મોટી સંખ્યામાં લોકો ઉત્તરાયણ કરવા પોતાના ધાબા ઉપર ઉજવે છે. આ વખતે કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી શહેરમાં પતંગ ઉત્સવનો આનંદ લોકો માંડી રહ્યા છે. સુરતમાં રહેતા નવસારીના સાંસદ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ વખતે ઉતરાયણની ઉજવણી કરશે નહી.

ઉત્તરાયણ પર્વ પર ઇટીવી ભારત સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ખાસ વાતચીત

સી આર પાટીલના પરિવારના સભ્યો પણ ઉતરાયણની ઉજવણી કરશે નહિ

આ અંગે તેઓએ જણાવ્યું હતું કે દર વર્ષે મોટી સંખ્યામાં અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં હોય છે અથવા તો તેમનું કરૂણ મોત નીપજ્યું હોય છે. જેથી આ વખતે તેઓએ પતંગ ન ચગાવવાનો નિર્ણય કર્યો છે.સાથે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ ઉતરાયણની ઉજવણી કરશે નહિ. તેઓએ લોકોને અપીલ પણ કરી હતી કે બપોર બાદ જ્યારે પક્ષીઓની અવરજવર આકાશમાં ન હોય ત્યારે લોકો પતંગ ચગાવે અને સ્પીકર તેજ કરે જેથી પક્ષીઓ ત્યાંથી દૂર રહે અને લોકો પતંગની મજા પણ માંગી શકે.

ABOUT THE AUTHOR

...view details