સુરતઃ સુરતમાં પ્રથમવાર ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટરમાં (Convention Center of Chamber of Commerce at Sarthana ) હાલ ચાલી રહેલ આ કારોબારી બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP state president CR Patil ) સહિત કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના પ્રધાનો હાજર છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)પહેલા આ કારોબારી બેઠકના માધ્યમથી ભાજપના અગ્રણી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ હાથ ધરી છે.
એક વ્યૂહ રચના -ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે 150 બેઠકના ટાર્ગેટ (Target to get 150 seats )રાખ્યો છે. આ ટાર્ગેટમેળવવા માટે ભાજપના ઉચ્ચ નેતાઓ સહિત તમામ કાર્યકર્તાઓ કઈ રીતે એક વ્યૂહરચના હેઠળ કામ કરી શકે આ માટે સુરત ખાતે ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી છે.
વક્તવ્ય થકી ઊર્જા આપી- ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી કઈ રીતે વધુમાં વધુ બેઠક મેળવી એક રેકોર્ડ બનાવે આ માટે રચના તૈયાર કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)સહિત કેન્દ્રીયપ્રધાન રાજ્યના પ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP state president CR Patil ) પોતપોતાની રીતે પોતાના કાર્યકરોને પોતાના વક્તવ્ય થકી ઊર્જા આપી રહ્યાં છે.
1000 થી વધુ અગ્રીમ હરોળના કાર્યકર્તાઓ- સુરત સરથાણા ખાતે આવેલા કન્વેન્શન સેન્ટરમાં આશરે 1000 થી વધુ અગ્રીમ હરોળના કાર્યકર્તાઓ હાજર છે. જેમાં જિલ્લા પ્રમુખ મહામંત્રી સહિત તમામ સાંસદો અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે. કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, દર્શના જરદોશ અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર છે.
પાટીલનું 182 બેઠકો જીતવા આહવાન - કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 182 બેઠકો જીતવા આહવાન સાથે જણાવ્યું હતું કે, 68 લાખ પેજ સમિતિના સભ્યો થયા છે. 8 લાખ સભ્યો સદસ્ય અભિયાન બન્યા છે.આગામી સમયમાં બીજેપી જન જન સુધી પહોંચવા માટે કાર્યરત રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોચાડવામાં આવે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સારી કામગીરી માટે અભિનંદન કાર્યકર્તાઓને અભિનંદન છે.તેમણે કહ્યું કે સરકારે આદિવાસી સમાજ માટે અનેક કામો અને નિણર્ય કર્યા છે. 70 વર્ષ સુધી અન્ય પક્ષોએ માત્ર ને માત્ર વોટ માટે જ ઉપયોગ કર્યો છે. ચૂંટણી નજીક છે અને આગામી ચૂંટણીમાં બીજેપીની ઐતિહાસિક જીત થશે.જ્યારે ઉમેદવાર પસંદગી વિશે તેમણે કહ્યું હતું કે ઉમેદવાર નક્કી કરવાનો નિર્ણય પાર્લામેન્ટ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.
કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ શું કહ્યું -કારોબારી બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ભૂતકાળની સરકાર ચૂંટણીમાં ફાયદો થાય એ માટે નિર્ણય કરતી હતી.જ્યારે 2014 થી ભાજપ સરકારે પ્રજાલક્ષી નિર્ણય કર્યા છે.ખાતરના ભાવ ન વધારવાનો નિર્ણય લેવાયો, સબસીડી વધારા, .8 કરોડ પરિવારને ગેસનો બોટલ મળ્યો છે. હાલ ભારતમાં કોરોનાનો ઓમિક્રોનનો સબ વેરિયન્ટ વાઇરસ જોવા મળી રહ્યો છે. આઇસીએમઆર દ્વારા કોરોનાના વાયરસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઓમીક્રોનનો હાલ સબ વેરિયન્ટ છે છતાંય જનતા સજાગ અને સચેત રહે. કેન્દ્રની ગાઈડ લાઈનનું નાગરિકો પાલન કરે. 97 ટકાથી વધુ નાગરિકોએ વેકસીન લઈ લીધી છે..વચેટિયાને હટાવવા જનધન ખાતા ખોલવામાં આવ્યા. અમે તૃષ્ટિકરણની રાજનીતિ નથી કરતાં, ગુજરાતની 6 કરોડની જનતાની અમે ચિંતા કરીયે છીએ. તમામ સમાજ અમારી સાથે છે. પ્રદેશ પ્રમુખે 182નો લક્ષ્યાંક આપ્યો છે તે સિદ્ધ કરવા લાગી જઇએ.