ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત પાલિકામાં 25 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે એક પણ લઘુમતી ઉમેદવારને અત્યાર સુધી ટિકિટ નથી આપી - બીજેપી ન્યૂઝ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક વોર્ડ એવો છે કે જ્યાં લઘુમતી સમાજના લોકોની સંખ્યા નિર્ણાયક મતદાતાઓ તરીકે થતી હોય છે. આ જ કારણ છે કે કોંગ્રેસ દર ચૂંટણીમાં લઘુમતી સમાજને લોકોનું પ્રતિનિધિત્વ આપે છે. પરંતુ અગત્યની વાત એ છે કે છેલ્લા 25 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ એક પણ લઘુમતી ઉમેદવારને અત્યાર સુધી ટિકિટ આપી નથી.

કોંગ્રેસના 11 લઘુમતી ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
કોંગ્રેસના 11 લઘુમતી ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

By

Published : Feb 15, 2021, 12:29 PM IST

  • ભાજપે એક પણ લઘુમતીનેઅત્યાર સુધી ટિકિટ નથી આપી
  • કોંગ્રેસના 11 લઘુમતી ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
  • લઘુમતી મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ સુરતમાં રસાકસીનો માહોલ છે. ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સુરતમાં ઉમેદવારોના નામની યાદી જોતાં ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કોઈ પણ વોર્ડમાં મુસ્લિમ ઉમેદવારને તક આપી નથી. માત્ર 2021ની મનપાની ચૂંટણીમાં ભાજપે મુસ્લિમ ઉમેદવાર નથી ઉતાર્યા એવી કોઈ પ્રથમ વાત નથી. છેલ્લા 25 વર્ષથી સુરત મહાનગરપાલિકાની સત્તામાં રહેલી ભાજપે ક્યારેય એક પણ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી નથી. જ્યારે વાત કરવામાં આવે કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસે 2015માં આશરે 10 જેટલા લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી હતી અને આ વખતે પણ 11 લઘુમતી ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી લઘુમતી મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

2015માં વિજયી થયેલા 4 કોંગ્રેસના લઘુમતી ઉમેદવારો

ભાજપે એક પણ લઘુમતી ઉમેદવાર 25 વર્ષમાં પાલિકાની ચૂંટણીમાં ઉતર્યા નથી. જ્યારે કોંગ્રેસે દર ચૂંટણીમાં લઘુમતી ઉમેદવારને તક આપી છે. 2015માં વિજયી થયેલા 4 કોંગ્રેસના લઘુમતી ઉમેદવારોમાંથી બેને રિપીટ કરાયા છે. સુરતમાં લિંબાયત આંજણા વિસ્તારથી અસલમ સાઈકલવાલાને ત્રીજી વાર કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે.

ગુજરાતમાં AIMIMના નિર્ણયથી કોંગ્રેસને રાહત

બેગમપુરા, સલાબતપુરા, રૂસ્તમપુરા, મહિધરપુરા, આંજણા, લિંબાયત, રાંદેર જેવા વિસ્તારોમાં લાખોની સંખ્યામાં લઘુમતી સમાજના લોકો રહે છે. આ વખતે સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતમાં AIMIM ચૂંટણી લડવા જઈ રહી છે. પરંતુ સુરતમાં તેઓએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો જેથી કોંગ્રેસને રાહત મળી છે. સુરતની આ બેઠકો પર હંમેશાથી વન સાઇડેડ વોટીંગ કોંગ્રેસ તરફ રહી છે. એ જ કારણ છે, કે અન્ય જ્ઞાતિના સમીકરણો જોઈ ભાજપ ત્યાં જે જ્ઞાતિના લોકો વધારે રહે છે તે જ્ઞાતિના લોકોના પ્રતિનિધિને કોંગ્રેસના લઘુમતી ઉમેદવારને ટક્કર આપવા માટે ઉમેદવાર ઉભા કરતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details