બારડોલી : આગામી સમયમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના આગોતરા આયોજનને લઇ ભાજપ દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગરૂપે આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં કડોદરાના અકળામુખી હનુમાનજીનાં મંદિરની સામે ગ્રાઉન્ડ પર પેજ સમિતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ આ પણ વાંચો -Harsh Sanghvi Statement : ગ્રેડ પે મુદ્દે અમુક લોકો રાજનીતિ કરે છે, સરકાર સારો નિર્ણય કરશે
કયા કાર્યક્રમો હાથ ધરાશે -કાર્યક્રમમાં 35, 000થી વધું સભ્યોને રાષ્ટ્રીય અધ્યક્ષ સંબોધશે સાથે જ 'વન ડે વન ડિસ્ટ્રીકટ' કાર્યક્રમનો સુરત જીલ્લામાં પ્રારંભ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના પ્રધાન મુકેશ પટેલ, સુરત જીલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ, બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમાર, સુ.ડી.કોં ના ચેરમેન નરેશ પટેલ, ખાંડ ઉદ્યોગ સંઘના રાષ્ટ્રીય પ્રમુખ કેતન પટેલ તેમજ ભરતસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં બારડોલીના પરિશ્રમ પાર્કમાં આવેલ જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ પહેલા રાષ્ટ્રીય અધયક્ષની આગેવાનીમાં સરદાર શોપિંગ છત્રાલા ફાર્મથી અકળામુખી હનુમાનજીનાં મંદીર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો - મેવાણી અને પટેલની મુશ્કેલીમાં ફરી વધારો, હજૂ 3 મહિના ભોગવવી પડશે જેલ